નિઝામપુરામાં માજી, અંધારામાં ક્યાં જાવ છો? કોઈ લૂંટી લેશે, કહી બે ગઠિયા વૃદ્ધાની સોનાની બંગડી લૂંટી ફરાર

73 વર્ષીય વૃદ્ધાને સુરક્ષાની સલાહ આપવાના બહાને ગઠિયાઓએ બંગડીઓ ઉતરાવી હતી

MailVadodara.com - Two-swindlers-flee-after-snatching-an-elderly-womans-gold-bangle-in-Nizampura

- ભવાનીપુરા સોસાયટી પાસે બાઈકસવાર 3 શખ્સોએ ચપ્પલ સીવડાવવા માટે ડિલક્ષ ચાર રસ્તા તરફ જતાં વૃદ્ધાને વાતોમાં ભોળવ્યા હતા, ફરિયાદ આધારે ફતેગંજ પોલીસ તપાસમાં લાગી

નિઝામપુરામાં આવેલી સર્વોદય સોસાયટીમાં એકલા રહેતા 73 વર્ષના જ્યોતિબેન રાજુભાઈ પાઠકે ફતેગંજ પોલીસને જણાવ્યું છે કે, મારા પતિના અવસાન બાદ હું એકલી જ જીવન વિતાવું છું. ગઈકાલે સાંજે લગભગ 6 થી 6.30 વાગ્યાના ગાળામાં, હું મારા ચપ્પલ સીવડાવવા માટે ડિલક્ષ ચાર રસ્તા તરફ જઈ રહી હતી.

હું જેવી ભવાનીપુરા સોસાયટીના ગ્રાઉન્ડ પાસેથી પસાર થઈ, ત્યારે એક અજાણ્યો બાઈકચાલક (જેણે હેલ્મેટ પહેર્યું હતું) ત્યાં પહેલેથી જ ઉભો હતો. એટલામાં બીજા બાઈક પર બે ઇસમો ત્યાં આવ્યા. તેમાંથી એકે હેલ્મેટ અને પાછળ બેઠેલા શખસે માસ્ક પહેર્યું હતું તથા ચેક્સ વાળો સફેદ શર્ટ પહેરેલો હતો.

તેઓએ મારો રસ્તો રોકીને બાઈક મારી આગળ ઊભી રાખી દીધી. મને કહેવા લાગ્યા કે, 'માજી, અત્યારે અંધારામાં ક્યાં જાવ છો? કોઈ લૂંટી લેશે, સોનું પહેરીને બહાર ન નીકળો.' એમ કહી સુરક્ષાની ખોટી સલાહ આપીને તેઓએ મને વાતોમાં ભેળવી દીધી. ત્યારબાદ તેઓએ મારા બંને હાથમાંથી આશરે બે તોલા વજનની 80,000 ની કિંમતની સોનાની બંગડીઓ ઉતરાવી લીધી અને હાથમાંથી આંચકીને ઝડપભેર ડિલક્ષ ચાર રસ્તા તરફ ભાગી છૂટ્યા.

Share :

Leave a Comments