સયાજીગંજમાંથી પ્રતિબંધિત ગોગો સ્મોકિંગ કોન અને રોલિંગ પેપર વેચતા બે દુકાનદારોની ધરપકડ

સયાજીગંજ પોલીસે ે અલગ-અલગ સ્થળોએથી દુકાનદારોને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી

MailVadodara.com - Two-shopkeepers-arrested-for-selling-banned-Gogo-smoking-cones-and-rolling-papers-from-Sayajiganj

- પોલીસે જગદીશ લોજ પાસે આવેલા સમ્રાટ પાનના ગલ્લાના માલિક હરિશ મહાવર અને રેલ્વે સ્ટેશન પાછળ આવેલા ગેર્લોર્ડ દુકાન પાસે આવેલા કેબિનના માલિકદેવેન્દ્ર અગ્રવાલની ધરપકડ

સગીરો અને યુવાનોમાં ચરસ-ગાંજા જેવા નશાના સેવનને પ્રોત્સાહન આપતી પ્રતિબંધિત વસ્તુઓ જેવી કે ગોગો સ્મોકિંગ કોન, રોલિંગ પેપર અને પરફેક્ટ રોલ વેચાણ કરતા દુકાનદારો સામે સયાજીગંજ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. આ અભિયાન અંતર્ગત બે અલગ-અલગ સ્થળોએથી દુકાનદારોને ઝડપી પાડી તેમની સામે ગુનો નોંધી કાયદેસર પગલાં લેવામાં આવ્યા છે.


પ્રથમ કેસમાં વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં જગદીશ લોજની નીચે આવેલા સમ્રાટ પાનના ગલ્લાની તપાસ દરમિયાન STASH PRO કંપનીના ગોગો રોલ કોનનું બૉક્સ તેમજ રોલિંગ પેપર મળી આવ્યા હતા. દુકાન માલિક હરિશ ઘનશ્યામભાઈ મહાવરને ઝડપી પાડી એક લીલા રંગનું STASH PRO કંપનીનું બૉક્સ, જેમાં ગોગો રોલ કોન (50 નંગ) કિંમત રૂ. 750 અને એક ઘાટા લીલા રંગનું STASH PRO EMERGENCY SUPPLY 3 X 3 BROWN 50 UNITS બૉક્સ, જેમાં ચપટી રોલિંગ પેપર પટ્ટી (50 નંગ) કિંમત રૂ. 500નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ મામલે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.


જ્યારે બીજા કેસમાં વડોદરા રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 6ની પાછળના ભાગે ગેર્લોર્ડ દુકાન પાસે આવેલા કેબિનની તપાસમાં પણ STASH PRO કંપનીના ગોગો રોલ કોનનું બૉક્સ અને રોલિંગ પેપર મળી આવ્યા હતા. આ કેબિનના માલિક દેવેન્દ્ર બજરંગભાઈ અગ્રવાલને પકડી પાડી તેની પાસેથી એક ઘાટા લીલા રંગનું STASH PRO કંપનીનું બૉક્સ, જેમાં ગોગો રોલ કોન (56 નંગ) કિંમત રૂ. 840 અને એક ઘાટા લીલા રંગનું STASH PRO EMERGENCY SUPPLY 3 X 3 BROWN 50 UNITS બૉક્સ, જેમાં ચપટી રોલિંગ પેપર પટ્ટી (50 નંગ) કિંમત રૂ. 500નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જેને પગલે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

Share :

Leave a Comments