કારેલીબાગની વિઠ્ઠલકૃપા સોસાયટીના મકાનમાંથી 37 હજારના દારૂના જથ્થા સાથે બે શખ્સ ઝડપાયા

પીસીબી પોલીસને ભાવિન જાદવ મકાનમાં વિદેશી દારૂનો ધંધો કરતો હોવાની માહિતી મળી હતી

MailVadodara.com - Two-persons-arrested-with-liquor-worth-37-thousand-from-the-house-of-Vitthalkrupa-Society-in-Karelibagh

- પોલીસે દારૂની 542 બોટલ તથા બિયરના 169 ટીન કિંમત 37,180નો દારૂનો જથ્થો તેમજ દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાતી બે કાર અને રોકડા મળી 4.78 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

વડોદરાના કારેલીબાગમાં આમ્રપાલી કોમ્પલેક્ષની પાછળ વિઠ્ઠલકૃપા સોસાયટીમાં રહેતો ભાવિન જાદવ વિદેશી દારૂનો ધંધો કરતો હોવાની માહિતી પીસીબી પોલીસને મળી હતી. જેથી પીસીબી પોલીસે ઉપરોક્ત સ્થળે રેડ કરતા ઘરમાંથી ભાવિન દિલીપ રાવ જાદવ (રહે-વિઠ્ઠલ કૃપા સોસાયટી, મૂળ રહે-નારાયણ કોમ્પલેક્ષ કારેલીબાગ) મળી આવ્યો હતો. તેની સાથે અન્ય આરોપી દેવ ઉર્ફે પીંશુ વિપુલભાઈ ચૌધરી (રહે-શિવાજી ચોક, સલાટ વાડા) પણ મળી આવ્યો હતો. મકાનમાંથી પ્લાસ્ટિકની ચાર ડોલ અને ડ્રમ મળી આવ્યા હતા જેમાં વિદેશી દારૂનો જથ્થો હતો. 


પોલીસે પૂછપરછ કરતા દેવ ઉર્ફે પીંશુએ જણાવ્યું હતું કે કારેલીબાગ આરબીજી કોમ્પલેક્ષમાં રહેતો પીનેશ રાણા દારૂનો ધંધો ચલાવે છે અને માલની ડીલીવરી આપવા માટે તેણે મને કાર આપી હતી. મને માસિક 15000 રૂપિયા પગાર આપતો હતો. ભાવિનને માસિક 30000 રૂપિયા પગાર ચૂકવતો હતો. પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડી દારૂની 542 બોટલ કિંમત રૂપિયા 1.99 લાખ તથા બિયરના 169 ટીન કિંમત રૂપિયા 37,180 મળી કુલ 2.36 લાખનો દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. જ્યારે દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાતી બે કાર અને રોકડા મળી કુલ 4.78 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

Share :

Leave a Comments