માણેકપાર્ક સર્કલ પાસેથી 74 હજારના વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સોની ધરપકડ

પીસીબી પોલીસે બાતમી મુજબના સ્થળ પર જઈને સાથે ઉભેલા બંને શખ્સને ઝડપી પાડ્યા

MailVadodara.com - Two-people-arrested-with-foreign-liquor-worth-Rs-74000-from-Manek-Park-Circle

- મધ્યપ્રદેશથી દારૂનો જથ્થો લઇને આવેલા બંને શખ્સોએ વારસિયા ખાતે રહેતા ગોલુ નામના બુટલેગરને આપવાનો હોવાની કબુલાત કરતા વોન્ટેડ જાહેર, 90 હજારનો મુદ્દામાલ જપ્ત

વડોદરા શહેરના માણેકપાર્ક સર્કલ પાસેથી પીસીબી પોલીસે બે શખ્સોને રૂ.74 હજારના વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા. મધ્યપ્રદેશથી દારૂનો જથ્થો લઈને આવ્યા હતા અને વારસિયા ખાતે રહેતા ગોલુ નામના બુટલેગરને આપવાનો હોવાની બંને આરોપીએ કબુલાત કરી હતી. જેથી પીસીબીએ વિદેશી દારૂના જથ્થા સહિત 90 હજારનો મુદ્દામાલ કબજે કરીને હરણી પોલીસને સોંપી બુટલેગર ગોલુને વોન્ટેડ જાહેર કર્યો છે.

વડોદરા શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં પીસીબીની ટીમ ફરી રહી હતી. તે દરમિયાન ફરતા ફરતા સ્ટાફના માણસો હરણી રોડ એરપોર્ટ ગેટ પાસે આવતા બાતમી મળી હતી કે, માણેકપાર્ક સર્કલ વીટકોસ બસ સ્ટેન્ડ પાસે બે ઇસમો શંકાસ્પદ થેલા સાથે ઊભા છે અને તેમના થેલામાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખ્યો છે. જેથી પીસીબી પોલીસની ટીમે બાતમી મુજબના સ્થળ પર જઈને સાથે ઉભેલા બંને શખ્સને ઝડપી પાડ્યા હતા. વેદ અનિલ કપડે (રહે. મારૂ ફળીયુ, શિયારામ કોમ્પલેક્ષ, ચોથા માળે ચોખંડી વાડી) અને વિપુલ દિનેશ લીમ્બાચીયા (રહે, અંજલી સોસાયટી, પારસ સોસાયટીની બાજુમા વારસીયા, વડોદરા) પાસે થેલો બોલાવીને તેમાં તપાસ કરતા રૂપિયા 74 હજારનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પીસીબીએ વિદેશી દારૂ અને બે મોબાઈલ રૂ.15 હજાર મળી 90 હજારનો મુદ્દામાલ કબજે કરીને પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે. ઝડપાયેલા બંને શખ્સોની પર જ પોલીસે કરતા તેઓએ એમપીના મેઘનગર ખાતે ઠેકા ઉપરથી લઈને આવ્યા હતા અને વારસીયા ખાતે રહેતા ગોલુને આપવાનો હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસ દ્વારા બુટલેગર ગોલુને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવાના ઝઘડો ગતિમાન કર્યા છે.

Share :

Leave a Comments