વડોદરા સેન્ટ્રલ જેલમાં ચેકિંગ દરમિયાન બે મોબાઈલ-સિમકાર્ડ મળ્યા, રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

વડોદરા મધ્યસ્થ જેલમાં અમદાવાદથી આવેલી ઝડતી સ્કવોડે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું

MailVadodara.com - Two-mobile-phones-and-SIM-cards-found-during-a-search-at-Vadodara-Central-Jail-complaint-filed-at-Raopura-Police-Station

- ઝડપી સ્કવોડના ચેકિંગ દરમિયાન કાચા કામના આરોપીના ખિસ્સામાંથી સમિકાર્ડ મળ્યું

- એક મોબાઇલ મોબાઇલ અન્ય આરોપીના પગ પાસે દોરીથી બાંધેલો મળ્યો જ્યારે બીજો મોબાઇલ જેલની ગટરની PVC પાઇપમાં છુપાવી રાખવામાં આવ્યો હતો

વડોદરા મધ્યસ્થ જેલમાં અમદાવાદથી આવેલી ઝડતી સ્કવોડે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં કાચા કાચા કામના આરોપીના ખિસ્સામાંથી સિમકાર્ડ મળ્યું હતું, તો તેની બાજુમાં બેઠેલા અન્ય આરોપીના પગ પાસેથી દોરીથી બાંધેલો મોબાઇલ મળી આવ્યો હતો. ચોંકાવનારી વાત એ છે કે, એક મોબાઇલ જેલની ગટરની PVC પાઇપમાં છુપાવી રાખવામાં આવ્યો હતો. આ મામલે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. જેને આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

23 ઓગસ્ટના રોજ અમદાવાદથી આવેલી ઝપતી સ્કવોડ દ્વારા વડોદરા સેન્ટ્રલ જેલમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન જેલની અલગ-અલગ બેરેક અને યાર્ડમાં ઝડતી કરવામાં આવી હતી. સર્કલ વિભાગના યાર્ડ નં. 8ની બેરેક નં. 1માં કાચા આરોપી ગણેશ દેવેન્દ્રસિંહની અંગઝડતી લેતાં તેના શર્ટના ખિસ્સામાંથી સિમકાર્ડ મળી આવ્યું હતું, તેની બાજુમાં બેઠેલા કાચા આરોપી અજય સુનિલ મહિડાના જમણા પગ પાસે દોરીથી બાંધેલો મોબાઇલ ફોન મળી આવ્યો હતો.

ઝપતી સ્કવોડની તપાસ દરમિયાન યાર્ડ નં. 11ની બેરેક નં. 4 પાછળ જનરલ સંડાસ-બાથરૂમ અને નવી ચાલીની વચ્ચે આવેલી ગટરની PVC પાઇપમાંથી પણ છુપાવેલો મોબાઇલ મળી આવ્યો હતો. બંને મોબાઇલ ફોન અને સિમકાર્ડ કબજે કરી વધુ તપાસ માટે FSLમાં મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં છે. મોબાઇલનો ઉપયોગ કોણ કરતું હતું. મોબાઇલ જેલમાં કેવી રીતે પહોંચ્યા અને તેને પહોંચાડવામાં કોઈની મદદ હતી કે કેમ તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. જેલ કર્મચારીની સંડોવણી છે કે કેમ તે તેની પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Share :

Leave a Comments