આજવા રોડ પર મોર્નિંગ પર નીકળેલા વૃદ્ધના ગળામાંથી સોનાની ચેઇન તોડી બે ગઠિયા ફરાર

MailVadodara.com - Two-miscreants-fled-after-snatching-a-gold-chain-from-the-neck-of-an-elderly-man-who-was-out-for-a-morning-walk-on-Ajwa-Road

વડોદરાના આજવા રોડ પર આવેલી ભાગ્ય લક્ષ્મી ટાઉનશીપમાં રહેતા અને નિવૃત્ત જીવન ગુજારતા 61 વર્ષના પ્રેમચંદ હરીશંકર યાદવ રોજ સવારે તેમના ઘરેથી કામલાનગર તળાવ ખાતે ચાલવા માટે જાય છે. 30 જુલાઈએ સવારે 6.30 વાગે તેઓ રાબેતા મુજબ મોર્નિંગ વોક માટે ગયા હતા. તે દરમિયાન બે અજાણ્યા ગઠીયાઓ ટુ વ્હીલર લઈને આવ્યા હતા અને તેમનાથી થોડી દુર ઊભી રાખી હતી. ટુ વ્હીલરની પાછળ બેઠેલો આરોપી પ્રેમચંદભાઈની પાછળ પાછળ ચાલવા લાગ્યો હતો. અચાનક તેણે પ્રેમચંદ ભાઈના ગળામાંથી સોનાની ચેન ઝૂંટવી લીધી હતી અને ટુ-વ્હીલર પર બેસીને દત્તનગર તરફ ભાગી ગયા હતા. ટુ વ્હીલર પર આવેલા આરોપીઓએ સફેદ શર્ટ અને પેન્ટ પહેર્યા હતા.

Share :

Leave a Comments