- હરણી પોલીસે જાહેરનામાનો ભંગ કરવા બદલ બન્નેની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી
આગામી મકરસંક્રાંતિના તહેવાર દરમિયાન વડોદરા શહેરમાં પ્રતિબંધિત ચાઈનીઝ લોન્ચર ચાઈનીઝ દોરી અને તુક્કલ સહિતની વસ્તુઓનું વેચાણ શરૂ થઈ ગયું છે, જેથી પોલીસે તેના પર સતત વાત રાખવાનું શરૂ કર્યું છે. આ દરમિયાન હરણી પોલીસે દેણા ચોકડી પાસે આવેલી કેનાલ નજીકથી મોપેડ પર જતા બે શખ્સોને પ્રતિબંધિત ચાઈનીઝ દોરી સાથે ઝડપી પાડ્યા હતા. મોપેડની ડિકીમાંથી ચાઈનીઝ દોરીની 5 રીલ મળી આવી હતી, જેથી પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરવા બદલ બન્નેની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

હરણી પોલીસ સ્ટેશનના પી.આઇ. એસ.વી. વસાવાની સૂચના મુજબ કાર્યવાહી કરવા હરણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. આ દરમિયાન દેણા બ્રિજ કેનાલ પાસે આવતાં પોલીસને બાતમી મળી હતી કે, ગોલ્ડન ચોકડી બાજુથી એક સફેદ કલરની સુઝુકી કંપની એક્સેસ મોપેડ જેને આગળની નંબર પ્લેટ નથી, તે મોપેડ પર બે શખસો ચાઈનીઝ દોરી લઈને સમા તરફ જવાના છે. જેના આધારે દેણા બ્રિજ પાસે આવેલી કેનાલ પાસે વોચ ગોઠવી હતી. તે સમય દરમિયાન બાતમી મુજબની એક્સેસ મોપેડ આવતા તેને ઉભી રાખતા મોપેડ ઉપર બે શખસો બેઠા હતા. જેથી પોલીસે મોપેડ ચાલકે તનવીર રાજેંદ્રસિંહ રાઠોડ (રહે. મુખી ફળીયુ સમા ગામ નવીનગરી પાછળ વડોદરા શહેર) તથા પાછળ બેસેલ ઇસમ તુષાર અર્જુનભાઈ બારીયા ( હાલ રહે. લમીબા પાર્કની પાછળ, સમા, વડોદશ શહેર)ની અટકાયત કરી હતી.
આ શખસો પાસેની મોપેડની ડેકી ચેક કરતા પ્રતિબંધિત ચાઇનીઝ દોરીની પાંચ રીલ મળી આવી હતી. જેથી ચાઇનીઝ દોરીના રીલ ઉપર જોતા ચાઈનીઝ દોરીના રિલ જોતા કુલ 5 નંગ એક ચાઈનીઝ દોરી રોલની કિ.રૂ. 500 લેખે દોરીના બોક્ષની કિ.રૂ. 2500 કબજે કરી હતી. તે સિવાય શખસોની અંગઝડતીમાં કોઈ ચીજવસ્તુ મળી આવી નથી. પોલીસે બંને શખ્સ વિરૂદ્ધ મકરસક્રાંતિ જાહેરનામું પ્રસિધ્ધ થયેલ જાહેરનામાનો ભંગ સહિત ભારતીય ન્યાય સંહિતા ની કલમ 223, 54 તથા જી.પી એક્ટ 131 મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, આગામી મકરસક્રાંતિ (ઉત્તરાયણ)ના તહેવાર અનુસંધાને ઉચ્ચ અધિકારીઓ તરફથી મળેલી સૂચના તથા માર્ગદર્શન મુજબ વડોદરા શહેર વિસ્તારમાં ચાઈનીઝ લોન્ચર, ચાઈનીઝ તુક્કલ, ચાઇનીઝ લેન્ટર્ન તથા ચાઈનીઝ દોરીનો જથ્થાબંધ વેપાર તથા આયાત કરી, ખરીદ વેચાણ, સંગ્રહ અને વપરાશ કે ઉપયોગ કરવા ઉપર ઉડાડવા ઉપર પ્રતિબંધ ફરમાવેલ છે.


