કાર ભાડે લઈ ઠગાઈ બાદ આપઘાતના ખોટા વીડિયો દ્વારા ફરિયાદીને ધમકી આપનાર બે શખ્સ ઝડપાયા

ખોટા વીડિયો દ્વારા ધમકી આપતી ગેંગને પાણીગેટ પોલીસે ઝડપી

MailVadodara.com - Two-men-arrested-for-threatening-complainant-with-fake-suicide-video-after-cheating-on-car-rental

- કાર ભાડે લઈ પરત ન આપતા આરોપીઓએ ફરિયાદીને ડરાવવા ખોટો આપઘાત વીડિયો વાયરલ કર્યો

લગ્ન પ્રસંગમાં અને રાજસ્થાન ફરવા જવા માટે કાર ભાડે લઇ સગેવગે કરવાના કેસમાં પાણીગેટ પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે. 

પાણીગેટ આયુર્વેદિક ત્રણ રસ્તા પાસે જયનારાયણ કોમ્પલેક્સમાં રહેતા સંદીપ અનિલભાઇ દાભાડેએ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, મારી કાર ભાડે ફેરવવા માટે લઇ ગયા પછી આરોપીઓએ પરત કરી નહતી.આરોપીઓએ ફરિયાદીને ડરાવવા માટે આપઘાતનો ખોટો વીડિયો વાયરલ કર્યો હતો. આ ગુનામાં સંડોવાયેલા ગોવિંદ પારસમલ સેન (રહે.રવિ પાર્ક સોસાયટી, વરાછા, સુરત મૂળ રહે. જડોલ ગામ, રાયપુર, જિ. ભીલવાડા, રાજસ્થાન) તથા રાહુલ ગોપીલાલ સાલવી (રહે. કૃષ્ણકુંજ નિવાસ, હનુમાન પોળ, બાજવા મૂળ રહે. ભાદલા ગામ, જિ.રાજસમંદ, રાજસ્થાન) ની પાણીગેટ પોલીસે ધરપકડ કરી કાર અને બે મોબાઇલ ફોન મળી કુલ ૮.૨૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

Share :

Leave a Comments