મકરપુરાના રિદ્ધિ એવન્યુ એપાર્ટમેન્ટમાંથી એમડી ડ્રગ્સ સાથે મહિલા સહિત બેની ધરપકડ, એક ફરાર

મકરપુરા પોલીસ અને એસઓજીની સંયુક્ત ટીમે બાતમીના આધારે રેડ પાડી હતી

MailVadodara.com - Two-including-woman-arrested-with-MD-drugs-from-Riddhi-Avenue-apartment-in-Makarpura-one-absconding

- આરોપીઓ પાસેથી પોલીસે મેફેડોન (એમ.ડી.) ડ્રગ્સ 51.97 ગ્રામ કિંમત રૂ. 5,19,700, ડિજિટલ વજન કાંટો, મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 5,39,800નો મુદ્દામાલ કબ્જે કર્યો

વડોદરા શહેરના પ્રતાપનગર-મકરપુરા રોડ પર આવેલા રિદ્ધિ એવન્યુ એપાર્ટમેન્ટમાંથી મકરપુરા પોલીસ અને એસઓજીની સંયુક્ત ટીમે 51.97 ગ્રામ મેફેડોન (એમ.ડી.) ડ્રગ્સના જથ્થા સાથે બે આરોપીને ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહીમાં રૂ. 5,39,800ના મુદ્દામાલ સાથે આરોપીઓ વિરુદ્ધ એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.


શહેર એસ.ઓ.જી. અને મકરપુરા પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. એસ.ઓ.જી.ના અધિકારી જતીનકુમાર રવિન્દ્રભાઈને મળેલી ચોક્કસ બાતમીના આધારે, રિદ્ધિ એવન્યુ એપાર્ટમેન્ટના મકાન નંબર 302માં રેઈડ કરવામાં આવી હતી. આ રેઈડમાં આરોપી મમતાદેવી ઉર્ફે માયા સુરેન્દ્ર ભગત અને પાર્થ વિષ્ણુભાઈ પટેલ ઝડપાયા હતા. દરમિયાન તેઓ પાસેથી ડ્રગ્સ મળી આવતા પોલીસે આરોપીને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે.

આ કાર્યવાહીમાં પોલીસે આરોપી મમતાદેવી ઉર્ફે માયા સુરેન્દ્ર ભગત (હાલનું રહે. મકાન નં. 302, રિદ્ધિ એવન્યુ એપાર્ટમેન્ટ, પ્રતાપનગર- મકરપુરા રોડ, વડોદરા, મૂળ, મકાન નં.111, શિવશક્તિનગર-2, મકરપુરા એસ.ટી. ડેપો પાછળ, વડોદરા) અને પાર્થ વિષ્ણુભાઈ પટેલ (રહે, મકાન નં. 18, ગાયત્રીપાર્ક સોસાયટી, તુલસીધામ, જી.આઈ.ડી.સી. રોડ, માંજલપુર, વડોદરા)ને ઝડપી પાડ્યા છે. જ્યારે ફરાર આરોપી મજહરી (રહે. મધ્યપ્રદેશ, રતલામ પાસે જાવરા ગામ)ની શોધખોળ હાથ ધરી છે.

સંયુક્ત ઓપરેશનમાં આરોપીઓ પાસેથી પોલીસે મેફેડોન (એમ.ડી.) ડ્રગ્સ 51.97 ગ્રામ (કિં. રૂ. 5,19,700), ડિજિટલ વજન કાંટો, મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 5,39,800નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. આ મામલે આરોપીઓ વિરુદ્ધ મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Share :

Leave a Comments