સમામાં વહેલી સવારે મહિલાના ગળામાંથી સોનાની ચેઇન તોડી ફરાર થયેલા બે રીઢા આરોપી ઝડપાયા

બહુચરાજી રોડ પર ક્રાઈમ બ્રાન્ચની પોલીસને જોઇ ભાગવાનો પ્રયાસ કરતા બે આરોપીને ઝડપ્યા

MailVadodara.com - Two-habitual-offenders-who-escaped-after-breaking-a-gold-chain-from-a-womans-neck-in-the-early-morning-in-Sama-were-caught

- આરોપીઓ પાસેથી ચોરાયેલી સોનાની ચેઇન અને ગુનામાં વપરાયેલ બાઈક કબજે કરીને સમા પોલીસને સોંપ્યા, ક્રાઇમ બ્રાન્ચે ઝડપેલા બંને આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે

વડોદરા શહેરના સમા વિસ્તારમાં વહેલી સવારે એક મહિલાના ગળામાંથી સોનાની ચેઇન તોડી ફરાર થયેલા બે રીઢા ગુનેગારોને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી ચોરાયેલી સોનાની ચેઇન અને ગુનામાં વપરાયેલ બાઈક કબજે કરીને આરોપીઓને સમા પોલીસને સોંપ્યા છે.

વડોદરા ક્રાઈમ બ્રાન્ચની ટીમને મળેલી માહિતીના આધારે ટીમે વડોદરા શહેરના બહુચરાજી રોડ ખાતે તપાસ કરી હતી. જ્યાં બે શંકાસ્પદ વ્યક્તિઓ બાઈક સાથે ભાગવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા. વડોદરા ક્રાઈમ બ્રાન્ચની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી બંનેને કોર્ડન કરી પકડી પાડ્યા હતા. બંને આરોપીઓએ બે દિવસ પહેલાં સમા રોડ ખાતે એક મહિલા પાસે જઈને છાણી જવું છે એમ પૂછીને રસ્તો બતાવવાનું નાટક કર્યું હતું. મહિલાએ હાથ ઊંચો કરી રસ્તો બતાવ્યો ત્યારે આરોપી જશપાલસિંગે મોકો જોઈને તેના ગળામાંથી સોનાની ચેઇન તોડીને અન્ય સાગરીત સાથે બાઇક પર નાસી ગયો હતો.

વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં સોનાની ચેઇન તોડી ફરાર થયેલા આરોપી જશપાલસિંગ ઉર્ફે જે.કે. ઉર્ફે કુંદન ભગતસિંગ સરદાર (ઉ.વ. 26, રહે. આંબેડકર ચોક, પેન્શનપુરા, નિઝામપુરા, વડોદરા) અને ક્રીપાલસિંગ જેરીલસિંગ જુણી (ઉ.વ. 18, રહે. સરદાર એસ્ટેટ પાછળ, મણીનગર, આજવા રોડ, વડોદરા)ને ઝડપી પાડ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડેલા બંને આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, જેમાં જશપાલસિંગ સરદાર સામે અગાઉ 6 ઘરફોડ ચોરી, 1 વાહન ચોરી, 2 મારામારી, 1 જુગાર અને 1 જાહેરનામા ભંગ સહિતના 11 ગુનામાં સંડોવાયેલો છે, જ્યારે ક્રીપાલસિંગ જુણી - હત્યાની કોશિશ-લૂંટ અને ઘરફોડ ચોરીના 2 ગુનાઓમાં સંડોવાયેલો છે.

Share :

Leave a Comments