વડસર બ્રિજ પાસે ચાની લારી ધરાવતા મહિલાના ગળામાંથી સોનાની ચેન તોડી બે ગઠિયાઓ ફરાર

ચેઈન સ્નેચિંગ ઘટના CCTVમાં કેદ, મહિલાએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

MailVadodara.com - Two-gangsters-abscond-after-breaking-a-gold-chain-from-the-neck-of-a-woman-driving-a-tea-truck-near-Vadsar-Bridge

- ચા પીવા આવેલા છોકરાએ બિસ્કિટ આપો કહી મહિલાના ગળામાંથી પેન્ડલ સાથેની એક તોલાની સોનાની ચેઈન તોડી રોડ ક્રોસ કરી સામે ઉભેલા મિત્રની બાઇક પર બેસી નાસી ગયો

વડોદરા શહેરના વડસર બ્રિજ રોડ પર ચાની લારી ધરાવતા મહિલાના ગળામાંથી સોનાની ચેન તોડીને બે ગઠિયા ફરાર થઈ ગયા હતા. ચેઈન સ્નેચિંગની આ ઘટના CCTVમાં થઈ ગઈ હતી. આ મામલે મહિલાએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે CCTVની મદદથી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલ કોતર તલાવડી ખાતે પારસ નગરમાં રહેતા જૈમીત્રાદેવી ગીરીએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, હું વડસર બ્રિજ રોડ પર ચાની લારી ચલાવીને મારું જીવન ગુજરાન ચલાવું છું. હું વહેલી સવારે 5.45 વાગ્યાની આસપાસ મારી ચાની લારી પર હતી. તે સમયે એક અજાણ્યો છોકરો લારી પર આવ્યો અને મને ચા આપવા જણાવ્યું હતું. મેં તેને જણાવ્યું હતું કે, ચા બનતાં થોડી વાર લાગશે, ત્યારે તેણે બિસ્કિટ આપવા કહ્યું હતું.

હું બિસ્કિટનો ડબ્બો ખોલવા ગઈ ત્યારે તેણે મારા ગળામાં હાથ નાખીને મારી પેન્ડલ સાથેની એક તોલાની સોનાની ચેઈન તોડી લીધી હતી. ત્યારબાદ તે રોડ ક્રોસ કરીને સામે ઉભેલા તેના મિત્રની બાઇક પર બેસીને નાસી ગયો હતો. આ ઘટનાથી હું ગભરાઈ ગઈ હતી અને મેં તાત્કાલિક મારી પુત્રી ગાયત્રી ગીરીને જાણ કરી હતી. અને આ મામલે મેં માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. માંજલપુર પોલીસે સીસીટીવી મદદથી આરોપીઓની શોધ શરૂ કરી છે.

Share :

Leave a Comments