વડોદરા શહેર પોલીસે ડ્રીન્ક એન્ડ ડ્રાઇવનો વધુ એક કેસ કર્યો છે અને કોર્ટ નજીકથી બે જણાને કારમાંથી ઝડપી પાડ્યા છે.
અકોટા પોલીસની ટીમ ગઈરાત્રે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન દિવાળીપુરા કોર્ટના રસ્તે એક કાર ચાલકને અટકાવી પોલીસે તપાસતા તેણ દારૂનો નશો કર્યો હોવાનું જણાઈ આવ્યું હતું. પૂછપરછ દરમિયાન તેનું નામ તારક રંજન કુમાર જોશી (રહે. કીર્તિ કુંજ સોસાયટી, કારેલીબાગ)હોવાનું જણાઈ આવ્યું હતું.
પોલીસે કારચાલકની પાસે બેઠેલા યુવકનું નામ પૂછતા તેનું નામ હેમંત અશોકભાઈ ઠક્કર (રહે. ર્પાથિપાર્ક સોસાયટી, એરપોર્ટ સર્કલ પાસે, હરણી) હોવાનું અને તે પણ દારૂના નશામાં હોવાનું જણાઈ આવ્યું હતું. જેથી પોલીસે બનેની ધરપકડ કરી હતી.


