- તોરણ કોમ્પલેક્ષ પાસે ચાલક વાંકી ચૂકી કાર ચલાવતો હોવાથી પોલીસને શંકા જતાં અટકાવી તપાસ કરતાં બે યુવકો પીધેલી હાલતમાં મળ્યા હતા
વડોદરા શહેરમાં રાત્રિ દરમિયાન દારૂ પી વાહનો હંકારતા ચાલકો સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે ગઈ રાત્રે બે મિત્રો કારમાંથી દારૂ પીધેલી હાલતમાં પકડવાનો બનાવ બન્યો હતો.
જેપી રોડ પોલીસના જવાનો ઓપી રોડ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન તોરણ કોમ્પલેક્ષ પાસેથી પસાર થતી કારનો ચાલક વાંકી ચૂકી કાર ચલાવતો હોવાથી પોલીસને શંકા ગઈ હતી. જેથી કારને અટકાવી તપાસ કરતાં અંદરથી બે યુવકો દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યા હતા.
પકડાયેલામાં કાર ચલાવતા પૌરવ મહેશભાઈ શેઠ (માઇન્સ સ્ટોન હાઈ રાઈસ, ભાયલી, વડોદરા) તેમજ તેની જોડે બેઠેલાનું નામ સ્નેહલ કિશોરભાઈ ચોકસી (પંડિત દિન દયા સોસાયટી,તુલસીધામ ચાર રસ્તા પાસે,માંજલપુર)નો સમાવેશ થાય છે.


