શહેરમાં ડ્રિન્ક એન્ડ ડ્રાઇવના બે કેસ, બે કાર ચાલક સહિત ત્રણની ધરપકડ

સમાના જવાહરનગર હનુમાન મંદિર પાસેથી દારૂના નશામાં એક ઝડપાયો

MailVadodara.com - Two-cases-of-drink-and-drive-in-the-city-three-arrested-including-two-car-drivers

- નંદેસરી જીઆઇડીસી વિસ્તારમાં ગઇકાલે સાંજે એક કાર વાંકીચૂકી આવતી હોવાથી પોલીસને શંકા ગઇ હતી, બંનેની ધરપકડ

શહેરમાં અકસ્માતોના બનાવની વણઝાર તેમજ બેફામ ડ્રાઇવિંગના બનાવો વચ્ચે પોલીસે ડ્રિન્ક એન્ડ ડ્રાઇવના બે કેસ કરી કુલ ત્રણ જણાની ધરપકડ કરી છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે, નંદેસરી જીઆઇડીસી વિસ્તારમાં ગઇકાલે સાંજે એક કાર વાંકીચૂકી આવતી હોવાથી પોલીસને શંકા ગઇ હતી. પોલીસે કાર અટકાવી તપાસ કરતાં ડ્રાઇવિંગ સીટ પર બેઠેલો વિપુલ છોટાભાઇ પરમાર તેમજ તેની સાથે બેઠેલો પિંકેશ હસમુખભાઇ પરમાર (બંને રહે. નારપુરા ગામ,આંકલાવ,આણંદ)દારૂના નશામાં જણાઇ આવ્યા હતા.જેથી બંને સામે કેસ કર્યો હતો.

આવી જ રીતે સમાના જવાહરનગર હનુમાન મંદિર પાસે પોલીસે એક કારને અટકાવતાં તેનો ચાલક પવાસ દેવરાજ અરોરા (રહે. સ્થાપત્ય-૨, ટીપી-૧૩, છાણી) દારૂના નશામાં જણાઇ આવ્યો હતો.જેથી પોલીસે તેની પણ ધરપકડ કરી કાર કબજે લીધી હતી.

Share :

Leave a Comments