APK ફાઈલ મોકલી ગોરવા વિસ્તારમાં રહેતા બે ભાઈઓ સાથે પોણા ચાર લાખ રૂપિયાની ઠગાઇ

આમીનાપાર્ક સોસાયટીમાં રહેતા ઈર્શાદ અહેમદ ઇજહાર પઠાણે માંજલપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી

MailVadodara.com - Two-brothers-living-in-Gorwa-area-were-cheated-of-four-and-a-half-lakh-rupees-by-sending-an-APK-file

ગોરવા મધુનગર રોડ પર આમીના પાર્ક સોસાયટીમાં રહેતા ઈર્શાદ અહેમદ ઇજહાર પઠાણ ફેબ્રિકેશનનું કામ કરે છે. માંજલપુર પોલીસ સ્ટેશનમાં તેને ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મને તથા મારા ભાઈ સમસાદ અહમદ પઠાણને આરોપી એલિસ તથા જલ્પેશભાઈ તથા જયેશ મકવાણાએ LVMH એપ્લિકેશનમાં જોડાવા માટે whatsapp મારફતે એક APK ફાઈલ મોકલી હતી. જેમાં જોડાવા માટે યુઝર આઇડી પાસવર્ડ બનાવવી આવ્યો હતો જેમાં લોગીન કરવા માટે મારા યુઝર આઇડી તથા પાસવર્ડ લખીને એપ્લિકેશન શરૂ કરી હતી તેઓએ વીંટી ખરીદી કરવા માટે જણાવ્યું હતું. 

આ અંગેની જાહેરાત તેમને ગ્રુપમાં મેસેજ કરી હતી આ એપ્લિકેશનમાંથી વર્ચ્યુઅલ પ્રોડક્ટ ખરીદવા માટે મેં મારા બેંકમાંથી કુલ 97,632 રોકાણ કર્યું હતું. મેસેજ મુજબ 41 મને 45 દિવસમાં પાસ સાથેની રકમ તમારા ખાતામાં જમા થશે તેવું જણાવ્યું હતું તેમજ 72 કલાકમાં સૌથી વધુ રૂપિયાનો નફો થતો હોય તો તમે કરી શકો છો તેવું જણાવ્યું હતું. 41 દિવસ પછી મેં રૂપિયા વિડ્રો કરવા માટે પ્રયત્ન કર્યા હતા પરંતુ રૂપિયા જમા થયા ન હતા. આ જ રીતે મારા ભાઈ ના મોબાઈલમાં પણ જયેશ મકવાણા એ whatsapp મારફતે એપીકે ફાઈલ મોકલી હતી અને અઢી લાખનું વર્ચ્યુઅલ પ્રોડક્ટ કરવા માટે જણાવ્યું હતું મારા ભાઈના પણ રૂપિયા પરત આવ્યા ન હતા.

Share :

Leave a Comments