અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પરથી રૂા.8 લાખથી વધુનો દારૂ ભરેલી કાર સાથે બે ઝડપાયાં

મંજુસર પોલીસે ટોલનાકા પાસે વોચ ગોઠવી અને આ ગાડીને કોર્ડન કરીને બેને ઝડપી પાડ્યા

MailVadodara.com - Two-arrested-with-car-loaded-with-liquor-worth-over-Rs-8-lakh-on-Ahmedabad-Vadodara-Express-Highway

- ભારતીય બનાવટનો વિદેશી દારૂ (કિંમત 8,09,750), અંદાજે 6 લાખની હ્યુન્ડાઇ ક્રેટા ગાડી, 27 હજારના બે મોબાઇલ ફોન મળી કુલ રૂ. 14,36,750નો મુદ્દામાલ કબજે કરાયો

વડોદરા ગ્રામ્યના મંજુસર પોલીસે ઓપરેશન પરાક્રમ અંતર્ગત ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડી પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢ્યો છે. આ કાર્યવાહીમાં રૂ. 14.36 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.


મંજુસર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી. બી. ચૌહાણને બાતમીદાર દ્વારા માહિતી મળી હતી કે, હ્યુન્ડાઇ ક્રેટા ગાડી (રજી. નંબર RJ-19-CE-1491)માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરીને અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર અમદાવાદ તરફથી વડોદરા તરફ આવી રહ્યો છે. આ માહિતીના આધારે પોલીસે ટોલનાકા પાસે વોચ ગોઠવી અને આ ગાડીને કોર્ડન કરીને બેને ઝડપી પાડ્યા હતા.

ગાડીની તપાસ દરમિયાન 1457 બોટલ/ક્વાર્ટરી ભારતીય બનાવટનો વિદેશી દારૂ (કિંમત રૂ. 8,09,750), અંદાજે 6 લાખની હ્યુન્ડાઇ ક્રેટા ગાડી, અને 27 હજારના બે મોબાઇલ ફોન મળી કુલ રૂ. 14,36,750નો મુદ્દામાલ કબજે કરી શ્રવણકુમાર જોગારામ સારણ (ઉં. 23, રહે. દરગુડા ગામ, તા. સીનદરી, જિ. બાડમેર, રાજસ્થાન) અને જોરારામ જાલારામ ગોદારા (ઉં. 23, રહે. કેરાલા પાના ગામ, કાદાનરી, તા. સીનદરી, જિ. બાડમેર, રાજસ્થાન)ને ને ઝડપી પાડ્યા હતા. પોલીસે પકડાયેલ આરોપીઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે અને આગળની તપાસ હાથ ધરાઈ છે.

Share :

Leave a Comments