ઉદયપાર્ક સોસાયટીના ઘરમાંથી વિવિધ દેશોની કરન્સી ચોરનાર મહિલા સહિત બેની ધરપકડ

દિનેશ મીલના વાઇસ પ્રેસિડેન્ટ સુધિરભાઇ પુરોહીતે અકોટા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી

MailVadodara.com - Two-arrested-including-a-woman-for-stealing-currencies-of-various-countries-from-a-house-in-Uday-Park-Society

- પોલીસે આરોપીની સઘન પુછપરછ કરતા ભાંડો ફૂટ્યો

- પોલીસે આરોપી રીમાને સાથે રાખીને ચેતન પાટીલના ઘરે તપાસ કરતા વાદળી કલરનું પર્સમાંથી અલગ-અલગ વિદેશી ચલણી નોટો મળી હતી

વડોદરા શહેરમાં આવેલા અકોટા સ્થિત દિનેશ મીલના વાઇસ પ્રેસિડેન્ટના ઘરમાંથી 700 અમેરીકન ડોલર સહિત વિવિધ દેશોની કરન્સીની ચોરી થઈ હોવાની અકોટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. પોલીસે ગણતરીના કલાકોમાં ઘરકામ કરતી મહિલા સહિત બેની ધરપકડ કરી અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.

વડોદરા શહેરના જેતલપુર રોડ પર આવેલા ઉદયપાર્ક સોસાયટીમાં રહેતા 67 વર્ષીય સુધિરભાઇ બ્રીજકિશોર પુરોહીત એ અકોટા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું અકોટા દિનેશ મીલમાં વાઈસ પ્રેસિન્ટ તરીકે નોકરી કરું છું. મારી પત્નીની ઉંમર વધારે હોવાથી અને તેનાથી ઘરકામ થઈ શકે તેમ ન હોવાથી અને મારો દીકરો પુના મહારાષ્ટ્ર ખાતે નોકરી કરે છે અને દીકરી અમેરીકા ખાતે રહે છે. જેથી રીમા ચૌધરીને છેલ્લા એક વર્ષથી અમારા મકાનમાં કચરા-પોતા કરવા માટે રાખી હતી. જ્યારે ઘરના અન્ય કામો માટે દુર્ગાબાઇ, ભારતીબેન અને કુંદનાબેનને રાખ્યા છે.

અમારા મકાનના ઉપરના માળે બેડરૂમની તીજોરીમાં મારી પત્નીએ અમેરીકન ડોલર અને અન્ય કંટ્રીના નાણા રાખ્યા હતા. 11 એપ્રિલના રોજ ચેક કરતા નાણા ત્યાં પડ્યા હતા. ત્યારબાદ 18 એપ્રિલના રોજ સવારના 10 વાગ્યાની આસપાસ હું મારી નોકરીના સ્થળે મારુ બેગ લઇને જવા નિકળ્યો તે દરમિયાન મારી પત્નીના બેડરૂમમાં મુકેલા મારા બેગમાં તપાસ કરતા રૂપિયા જોવા મળ્યા નહોતા, જેથી મેં બેગ વ્યવસ્થિત ચેક કરતા તેમાંથી 5 હજાર જેટલા રૂપિયા મળ્યા નહોતા, જેથી મે મારી પત્નીને ઉપરના માળે બેડરૂમની તીજોરીમાં મુકેલા 700 અમેરીકન ડોલર 1 કુવેતી દિનાર, 80 યુનાઇટેડ અરબ એમીરાત, 1 ઓમાની રીયાલ, 26 સિંગાપુર ડોલર લેવા મોકલતા તે પણ મળ્યા નહોતા. તીજોરી તેમજ બેડરૂમના દરવાજા કે લોકને કોઇ જાતનું નુકસાન પણ થયું નહોતું. મકાનના ઉપરના માળે બેડરૂમમાં કચરા પોતા કરવા માટે આવતી રીમા ચૌધરી નામની મહિલા એક માત્ર અમારા ઉપરના માળે કામ કરવા માટે જતી હતી. જેથી મેં રીમા ચૌધરી સામે અકોટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

વૃદ્ધની ફરિયાદને આધારે અકોટા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી અને આરોપી રીમા વિજયભાઇ ચૌધરી (રહે.અકોટા બ્રીજ પાસે, જય ભવાની નગર, અકોટા, વડોદરા)ની સઘન પુછપરછ કરતા તેણે ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. ચોરીનો મુદ્દામાલ પોતાના સબંધી ચેતન કૌશીકભાઈ પાટીલ (રહે. કુંજલ એપાર્ટમેન્ટ, વડીવાડી, વડોદરા)ને ચોરી કરેલા ડોલરનું ભારતીય નાણામાં રૂપાંતર કરવા માટે આપ્યા હોવાની વાત કરી હતી. જેથી પોલીસે આરોપી રીમાને સાથે રાખીને ચેતન પાટીલના ઘરે જઈ તપાસ કરતા મુદ્દામાલ વાદળી કલરનું પર્સ તથા તે પર્સમાંથી અલગ અલગ વિદેશી ચલણી નોટો મળી આવી હતી. જેથી પોલીસે રીમા ચૌધરી અને ચેતન પાટીલની અટકાયત કરી હતી.

Share :

Leave a Comments