બનાવટી ચલણી નોટો સાથે ઝડપાયા બાદ પોલીસ કસ્ટડીમાંથી નાસી છૂટેલા બે આરોપીઓ ઝડપાયા

વર્ષ 2015માં બાજવા વિસ્તારમાંથી 1.15 લાખની બનાવટી ચલણી નોટો સાથે બે ઝડપાયા હતા

MailVadodara.com - Two-accused-who-had-escaped-from-police-custody-after-being-caught-with-counterfeit-currency-notes-have-been-apprehended

- ક્રાઇમ બ્રાન્ચની ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સના આધારે સતત તપાસ કરી 40-50 હજાર મોબાઇલ નંબરની ચકાસણી કરી, 2400 કિ.મી. કાપ્યા બાદ મળી સફળતા મળી

- ક્રાઇમ બ્રાન્ચની ટીમે એક આરોપીને પશ્ચિમ બંગાળના માલદામાંથી જ્યારે બીજા આરોપીને મહારાષ્ટ્રના પનવેલ ખાતેથી ઝડપી પાડ્યો, બંનેને જવાહરનગર પોલીસને સોંપવામાં આવ્યા

Fake Currency Accused Arrested After 11 Years | Vadodara Crime News

વર્ષ 2015માં વડોદરા શહેરના બાજવા વિસ્તારમાં 1.15 લાખ રૂપિયાની બનાવટી ચલણી નોટો સાથે ઝડપાયા બાદ પોલીસ કસ્ટડી રિમાન્ડ દરમિયાન પોલીસને ધક્કો મારી ફરાર થયેલા બે આરોપીઓને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે 11 વર્ષ બાદ શોધી કાઢ્યા છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમે એક આરોપીને પશ્ચિમ બંગાળના માલદામાંથી જ્યારે બીજા આરોપીને મહારાષ્ટ્રના પનવેલ ખાતેથી ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. બંને આરોપીઓને વડોદરા લાવીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે જવાહરનગર પોલીસને સોંપવામાં આવ્યા છે.

વર્ષ 2015માં મહમદસાહેબ અંજારૂલ હક, મહમંદઅનારૂલ અફરાઝુલ શેખ તથા વોન્ટેડ આરોપી વહિદઉર શેખે આર્થિક લાભ મેળવવાના હેતુથી 1.15 લાખ રૂપિયાની કિંમતની કુલ 115 બનાવટી ચલણી નોટો, તેમજ બનાવટી નોટો વટાવી મેળવેલા 4 હજાર, એક મોબાઇલ ફોન અને બેગ સહિતનો મુદ્દામાલ સાથે બાજવા વિસ્તારમાંથી ઝડપાયા હતા. આ અંગે જવાહરનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.

Fake Currency Accused Arrested After 11 Years | Vadodara Crime News

આ ગુનાની તપાસ દરમિયાન બંને આરોપીઓના કોર્ટમાંથી પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. તારીખ 22 ડિસેમ્બર, 2015ના રોજ પોલીસ બંને આરોપીઓને સાથે રાખીને પશ્ચિમ બંગાળના માલદા ખાતે તપાસ માટે જવાની તૈયારી કરી રહી હતી. આ દરમિયાન સવારે આશરે 5.30 વાગ્યે આરોપીઓએ કુદરતી હાજતે જવાનું જણાવ્યું હતું. પોલીસ કર્મચારીએ તેમને બહાર કાઢતા આરોપી મહમદસાહેબ અંજારૂલ હકે પોલીસને ધક્કો મારી નાસી છૂટ્યો હતો, જ્યારે મહમંદઅનારૂલ અફરાઝુલ શેખ પણ લોકઅપમાંથી નાસી ગયો હતો. આ બનાવ અંગે બંને સામે જવાહરનગર પોલીસ સ્ટેશનમાં અલગથી ગુનો નોંધવામાં આવ્યો હતો.

બંને આરોપીઓ છેલ્લા 11 વર્ષથી પોલીસને ચકમો આપી ફરાર હતા. વડોદરા ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટરો એસ.એમ. ગામેતી, ડી.જે. ચુડાસમા અને આર.એસ. ગોહીલની દોરવણી હેઠળ પીએસઆઈ બી.વી. ગોહીલ તથા ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સના આધારે સતત તપાસ શરૂ કરી હતી. આ તપાસ દરમિયાન આશરે 40થી 50 હજાર મોબાઇલ નંબરની ચકાસણી કરવામાં આવી હતી. આ સઘન તપાસના અંતે એક આરોપી પશ્ચિમ બંગાળના માલદા ખાતે અને બીજો આરોપી મહારાષ્ટ્રના પનવેલ ખાતે હોવાની ચોક્કસ માહિતી મળી હતી.

Fake Currency Accused Arrested After 11 Years | Vadodara Crime News

માહિતીના આધારે વડોદરા ક્રાઇમ બ્રાન્ચની બે અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. પશ્ચિમ બંગાળના માલદા પહોંચેલી ટીમે આશરે 2400 કિલોમીટરનું અંતર રેલવે, બસ અને સ્થાનિક વાહનો મારફતે આશરે 40 કલાકમાં કાપ્યું હતું, જ્યારે બીજી ટીમે આશરે 500 કિલોમીટરનું અંતર કાપીને પનવેલ ખાતે તપાસ હાથ ધરી હતી. બંને ટીમોએ સ્થાનિક લોકો સાથે ભળી જઈ ગુપ્ત રીતે માહિતી એકત્રિત કરી હતી. આખરે માલદામાંથી મહમદસાહેબ અંજારૂલ હક (ઉં.વ. 33) અને પનવેલ (રાયગઢ, મહારાષ્ટ્ર)માંથી મહમંદઅનારૂલ અફરાઝુલ શેખ (ઉં.વ. 23)ને શોધી કાઢવામાં આવ્યા હતા. પ્રાથમિક પૂછપરછ અને ખાતરી તપાસમાં બંને આરોપીઓ વર્ષ 2015ના બનાવટી ચલણી નોટોના ગુનામાં તેમજ પોલીસ જાપ્તામાંથી ફરાર થવાના ગુનામાં સંડોવાયેલા હોવાનું સાબિત થયું હતું, ત્યારબાદ બંનેને વડોદરા લાવી જવાહરનગર પોલીસ સ્ટેશનને સુપરત કરવામાં આવ્યા છે.

Share :

Leave a Comments