નંદેસરી વિસ્તારમાં દારૂનો ધંધો કરતા બે આરોપીને પોલીસે ઝડપી પાડી દારૂની ૧૩૨ બોટલ કબજે કરી છે. જ્યારે બે આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે.
નંદેસરી પોલીસે મળેલી માહિતીના આધારે નંદેસરી જી.આઇ.ડી.સી. નજીક ખુલ્લી જગ્યામાં દારૂ વેચતા આરોપી નરેન્દ્ર ગણપતભાઇ ગોહિલ, ઉં.વ.૩૪ (રહે. અનગઢ ગામ) ને ઝડપી પાડયો હતો. પોલીસે તેની પાસેથી દારૂની ૪૮ બોટલ કિંમત રૂપિયા ૮,૧૬૦ ની કબજે કરી છે. જ્યારે નરેન્દ્રને દારૂ આપનાર દિલીપસિંહ પરમારને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે.
જ્યારે અન્ય એક કેસમાં નંદેસરી પોલીસે દારૂનો ધંધો કરતા રાજકુમાર પ્રતાપભાઇ રાઠોડ (રહે. નંદેસરી ગામ) ને ઝડપી પાડી તેની પાસેથી દારૂની ૮૪ બોટલ કિંમત રૂપિયા ૧૦,૧૩૦ ની કબજે કરી છે. જ્યારે દારૂ આપી જનાર અલ્પેશ ગોહિલની પોલીસે શોધખોળ હાથ ધરી છે.


