તરસાલી નજીક પોલીસને જોઇને મોપેડ સવાર બે આરોપી દારૂ ભરેલા બે બોક્સ ફેંકી ફરાર

બોક્સમાંથી બિયરના ૯૬ ટીન કિંમત રૂપિયા ૨૦,૬૪૦ના મળી આવ્યા

MailVadodara.com - Two-accused-riding-a-moped-fled-after-seeing-police-near-Tarsali-throwing-away-two-boxes-full-of-liquor

- બીજા કિસ્સામાં બાપોદ પાસેથી દારૂનો જથ્થો લઇને ઊભેલા શખ્સને ઝડપી 1.22 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો, દારૂ મંગાવનાર વોન્ટેડ જાહેર

તરસાલી નજીક પોલીસને જોઇને મોપેડ સવાર બે આરોપીઓ દારૂ ભરેલા બે બોક્સ ફેંકીને ભાગી ગયા હતા. જે અંગે મકરપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મકરપુરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગ દરમિયાન તરસાલી ગામના ગેટ પાસેથી પસાર થતો હતો. તે દરમિયાન બે આરોપીઓ ટુ વ્હિલર પર બે બોક્સ મૂકીને પૂરઝડપે જતા હોઇ તેના પર શંકા જતા પોલીસે પીછો કરતા બંને આરોપીઓ બોક્સ ફેંકીને ભાગી ગયા હતા. બોક્સમાંથી બિયરના ૯૬ ટીન કિંમત રૂપિયા ૨૦,૬૪૦ના મળી આવ્યા હતા.

જ્યારે અન્ય એક કિસ્સાની વિગત એવી છે કે, એલ.સી.બી. ઝોન-૪ના સ્ટાફે મળેલી માહિતીના આધારે બાપોદ હીરાબા નગર નજીક ખુલ્લા ગ્રાઉન્ડમાં મોપેડની ડીકીમાં દારૂનો જથ્થો લઇને ઊભેલા આરોપી અલ્કેશ જગદીશભાઇ રાઠવા (રહે. ચીસાડીયા ગામ, તા. છોટાઉદેપુર)ને ઝડપી પાડયો હતો. પોલીસે ડીકીમાંથી દારૂની ૧૪૬ બોટલ કિંમત રૂપિયા ૨૨,૭૨૦ની કબજે કરી છે. જ્યારે દારૂ મંગાવનાર રાજુને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે. પોલીસે દારૂ સહિત૧.૨૨ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

Share :

Leave a Comments