- ઠગોએ યુવકને 5 લાખની લોન કરાવીને ફસાવ્યો હતો, બે મોબાઈલના હપ્તા ભરવાનું બંધ કરીને બારોબાર વેચી નાખ્યા, ગોલ્ડ લોન પણ કલોઝ ના કરાવી છેતરપિંડી આચરી
વડોદરાના યુવકને લોન ક્લોઝ કરાવી આપવાનું કહીને તેના મિત્ર સહિત બે આરોપીએ 7.67 લાખ રૂપિયા પડાવ્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાંથી 1.45 લાખ પરત કર્યા હતાં. જોકે, બાકીના 6.22 લાખ ચૂકવ્યા ના હતા. જેથી યુવકે મિત્ર સહિત બે લોકો વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.
વડોદરા શહેરનાં કરોડિયા વિસ્તારમાં આવેલી હરસિદ્ધિ સોસાયટીમાં રહેતા ધવલ અરવિંદભાઈ બારીયા(ઉ.વ.27)એ ફરિયાદ નોધાવી છે કે, હું ડ્રાઈવીંગ શિખવાડવાનું કામ કરે છે. મારા મિત્ર મંથન રંજોડીયા બાજવા ખાતે સલૂનની દુકાન છે, જેથી મે મારા મિત્ર મિલિંદ મહેન્દ્રભાઈ જગતાપ પાસે ગોલ્ડ લોન મુથુટ ફાઈનાન્સ ગોરવા ખાતેથી કરાવી હતી. જ્યાં અમારી રૂ. 5 લાખની લોન કરાવી હતી અને આ મંથન રંજોડીયાએ મને જણાવ્યું હતું કે, આ લોન મારે નહી ભરવી પડે. મારો મિત્ર મિલિંદ જગતાપે જણાવ્યું હતું કે, સેટીંગ કરી ક્લોઝ કરાવી આપશે પરંતુ તેણે મને મારા એકાઉંટમાંથી મોબાઇલ લોન કરાવી આપવી પડશે, જેથી મે તેમના વિશ્વાસમાં આવી ગયો હતો.
મંથન રજોડીયા તથા મિલિંદ જગતાપ મને અલ્કાપુરી સેન્ટર પોઈન્ટની ઓફિસે લોન લેવા લઇ ગયા હતાં. ત્યાથી બંને એ જાસ્મિન મોબાઈલ અલકાપુરી ખાતે રૂ. 1.55 લાખનો મોબાઈલ ખરીદ કર્યો હતો. જે મોબાઈલ મિલિંદ જગતાપે ગોલ્ડ લોન કલોઝ કરાવવા પેટે મારી પાસેથી લઈ લીધો હતો અને જેના હપ્તા મિલિંગ જગતાપ ભરશે તેવો પાક્કો ભરોશો અપાવ્યો હતો, જેથી તેઓ મને સમા ખાતે મોબાઇલ વર્લ્ડ નામની દુકાને લઈ ગયા હતા અને ત્યાંથી રૂપીયા રૂ.1.44 લાખનો વધુ એક મોબાઈલ ખરીદ કરાવ્યો હતો.
ત્યારબાદ યુવકનાં મોબાઇલમાંથી ઓનલાઈન આદિત્ય બીરલા કેપીટલમાંથી રૂ. 2.79 લાખની લોન કરી સેન્ટર પોઈટ સામે આવેલી બેંક ઓફ બરોડાના ATMમાં લઇ જઈ 40 હજાર રૂપિયા ઉપાડી લઇને મંથન રજોડીયાએ મિલિંદ જગતાપને આપ્યા હતા. ત્યારબાદ ફરીથી તેઓની ઓફિસ ઉપર લઈ જઈ તેમના મોબાઇલમાંથી ગુગલ પે તથા ફોન પેથી રૂ. 1.97 લાખ મંથન જોડીયાએ લઈ મિલિંદ જગતાપને આપ્યા હતા.
આ મિલિંદ જગતાપ તથા મંથન જોડીયાએ મારી તેમની ચાલતી ગોલ્ડ લોન ક્લોઝ કરાવવા પેટે મોબાઇલ લોન તથા મોબાઇલ એપ્લિકેશનથી લોન કરાવી તેમની પાસેથી કુલ રૂપિયા 7.67 લાખ પડાવી લીધા હતા અને રૂ.1.45 લાખ પરત કરી બાકીના રૂ. 6.22 લાખ લોનના હપ્તા નહી ભરી અને ગોલ્ડ લોન પણ કલોઝ ના કરાવી છેતરપિંડી આચરી હતી. મોબાઇલ લોન તથા મોબાઇલ એપ્લીકેશન લોન કરાવી હપ્તા ભર્યા ન હતા. ઉપરાંત મોબાઈલ લઈ અન્યને વેચી નાખ્યાં હતાં. જેથી અકોટા પોલીસે ગુનો નોધી કાર્યવાહિ હાથ ધરી છે.


