વડોદરા એરપોર્ટ પાસે પોલીસને જોઇ મોપેડ પર દારૂનો જથ્થો છોડીને બે આરોપી ફરાર

બે શખ્સો દેશી દારૂનો જથ્થો લઇને આવવાના હોવાની પીસીબી પોલીસને બાતમી મળી હતી

MailVadodara.com - Two-accused-flee-after-leaving-liquor-on-moped-after-seeing-police-near-Vadodara-airport

- પીસીબી પોલીસે મોપેડ અને ૧૨૬ લીટર દારૂ કબજે કરી આરોપી તથા તેના સાગરીત સામે ગુનો દાખલ કરી શોધખોળ હાથ ધરી 

મોપેડ પર દેશી દારૂનો જથ્થો મૂકીને શહેરમાં આવતા આરોપીઓ પોલીસની વોચ જોઇને ભાગી ગયા હતા. પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સાવલી તાલુકાના કલ્યાણપુરા ગામેથી દેશી દારૂનો જથ્થો મોપેડ પર લઇને બે આરોપીઓે આવવાના હોવાની માહિતીના આધારે પીસીબી પોલીસે એરપોર્ટ સામે માણેક પાર્ક ચાર રસ્તા પાસે વોચ ગોઠવી હતી. પોલીસને જોઇને મોપેડ સવાર બંને આરોપીઓ વાહન છોડીને ફરાર થઇ ગયા હતા. પોલીસે મોપેડ અને ૧૨૬ લીટર દારૂ કિંમત રૂપિયા ૨૫,૨૦૦ નો કબજે કરી આરોપી મુકેશ ઠાકોર (રહે. કલ્યાણપુરા ગામ) તથા તેના સાગરીતની સામે ગુનો દાખલ કરી તેઓની શોધખોળ હાથ ધરી છે.

Share :

Leave a Comments