વડોદરાના હરણી-વારસિયા રીંગરોડ પરની સંતરામ પાર્ક સોસાયટીમાં રહેતા 72 વર્ષના શારદાબેન વિનોદભાઈ પટેલ ગત છઠ્ઠી તારીખે બપોરે 2.00 વાગે પાડોશમાં રહેતા નીતાબેન પટેલ સાથે ચાલતા ચાલતા અંબિકા નગર સોસાયટીમાં તેમના દિયરના ઘરે ગયા હતા અને ત્યાંથી સાંજના ચાર વાગે પરત ઘરે આવતા હતા. તેઓ સંતરામ પાર્ક સોસાયટીથી થોડા અંદર પહોંચતા મોપેડ પર બે આરોપીઓ પાછળથી આવ્યા હતા અને શારદાબેનના ગળામાંથી સોનાની ચેન તોડી ભાગી ગયા હતા.
શારદાબેન પટેલે બુમાબૂમ કરી હતી પરંતુ આરોપીઓ ભાગવામાં સફળ રહ્યા હતા. વારસિયા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને શોધખોળ હાથ ધરી છે.


