છાણી જકાતનાકા ખાતે મંદિરમાંથી ચાંદીની મૂર્તિ અને આભૂષણોની ચોરી કરનાર બે આરોપીની ધરપકડ

ગત 4 એપ્રિલે મેલડી માતાના મંદિરનો દરવાજો તોડી અજાણ્યા શખ્સોએ ચોરી કરી હતી

MailVadodara.com - Two-accused-arrested-for-stealing-silver-idol-and-ornaments-from-temple-at-Chhani-Jakatnaka

- ક્રાઇમ બ્રાન્ચ પોલીસે મેલડી માતાની મૂર્તિ ઓગાળીને બનાવેલ ચાંદીની લગડી, ગાભાના આભૂષણ હાર , મોબાઈલ સહિત સ્કૂટર સહિતનો રૂપિયા 1.42 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

વડોદરા શહેરના છાણી જકાતનાકા વિસ્તારમાં આવેલ પારૂલપાર્ક સોસાયટી અને ગિરિરાજ સોસાયટીની બહારની દિવાલ પર આવેલ મેલડી માતાના મંદિરમાંથી ગત 4 એપ્રિલની અજાણ્યા ચોરોએ મંદિરનો દરવાજો તોડીને ચાંદીની મેલડી માતાની મૂર્તિ તથા મૂર્તિ પર ચડાવેલા આભૂષણોની કુલ ચોરી કરી હતી. આ ચોરીના ગુનાનો ભેદ વડોદરા સિટી ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગણતરીના કલાકોમાં ઉકેલી બેની ધરપકડ કરી છે.


આ મામલે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોધવામાં આવ્યો જતો. આ મામલે ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ.ગામેતીની ટીમે સીસીટીવી ફુટેજ અને હ્યુમન સોર્સના આધારે તપાસ હાથ ધરી. તપાસ દરમિયાન ચોરીમાં સંડોવાયેલા કાયદાના સંઘર્ષમાં આવેલા સગીર કિશોરની તેના વાલીની હાજરીમાં પૂછપરછ કરવામાં આવી. સગીરે કબૂલ કર્યું કે તેણે જ મંદિરમાંથી મેલડી માતાની ચાંદીની મૂર્તિ તથા બે હારની ચોરી કરી હતી અને તેને તેના મિત્ર જય હસમુખભાઇ ભીમાણી મારફતે પાદરાના આશીક રહેમત મલ્લીકને વેચી દીધી હતી.

ક્રાઇમ બ્રાન્ચની ટીમે તરત જ જય હસમુખભાઇ ભીમાણી (રહે. ભગવતનગર સોસાયટી, અભિલાષા ચાર રસ્તા પાસે, સમા, વડોદરા) તથા આશીક રહેમત મલ્લીક (રહે. કૃષ્ણાવાટિકા ફ્લેટ, મધર્સ સ્કૂલ રોડ, પાદરા, વડોદરા)ને શોધી કાઢી પૂછપરછ કરી હતી. તપાસમાં સામે આવ્યું હતુ છે કે આશીક મલ્લીકે ચોરીની મૂર્તિને ઓગાળીને ચાંદીની લગડી બનાવી લીધી હતી. પોલીસે

મેલડી માતાની મૂર્તિ ઓગાળીને બનાવેલ ચાંદીની લગડી, ગાભાના આભૂષણ હાર , મોબાઈસહિત સ્કૂટર સહિતનો કુલ રૂપિયા 1.42 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે પોલીસે એક સગીર અને બે આરોપીને ફતેગંજ પોલીસના હવાલે કર્યા છે. આ મામલે હાલમાં કાર્યવાહી ચાલી રહી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Share :

Leave a Comments