તરસાલી બ્રિજ નજીક અજાણ્યા વાહનની અડફેટે ટ્રક ડ્રાઇવરનું સ્થળ પર જ મોત

ગેરેજમાં સર્વિસમાં મૂકેલી ટ્રક લેવા માટે ડ્રાઇવર ચાલતો જતો હતો

MailVadodara.com - Truck-driver-dies-on-the-spot-after-being-hit-by-an-unknown-vehicle-near-Tarsali-Bridge

- મહારાષ્ટ્રના થાણેમાં રહેતા વિજયભાઇ કરકેરા તરસાલી બાયપાસ પાસે આધુનિક રોડ કેરિયર્સ નામના ટ્રાન્સપોર્ટમાં રહી નોકરી કરતા હતા

તરસાલી બ્રિજ નજીક મોડીરાતે અજાણ્યા વાહન ચાલકે ડ્રાઇવરને ટક્કર મારતા તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત થયું હતું. જે અંગે કપુરાઇ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મહારાષ્ટ્રના થાણેમાં રહેતા વિજયભાઇ બેરમૈયા કરકેરા (ઉં.વ.૫૫) હાલમાં તરસાલી બાયપાસ પાસે આધુનિક રોડ કેરિયર્સ નામના ટ્રાન્સપોર્ટમાં રહે છે. છેલ્લા છ મહિનાથી તે આધુનિક રોડ કેરિયર્સ ટ્રાન્સપોર્ટ કંપનીમાં ડ્રાઇવર તરીકે નોકરી કરે છે. ગઇકાલે અમદાવાદથી સુરત તરફ જતા તરસાલી બ્રિજ ઉતરતા બાલાજી પેટ્રોલ પંપ નજીક ગેરેજમાં સર્વિસમાં મૂકેલી ટ્રક લેવા માટે તે ચાલતો જતો હતો. તે દરમિયાન અજાણ્યા વાહન ચાલકે તેને અડફેટે લેતા માથા અને કપાળના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. ઘટના સ્થળે જ તેનું મોત થયું હતું. જે અંગે ટ્રાન્સપોર્ટ કંપનીના માલિકે કપુરાઇ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Share :

Leave a Comments