વડોદરામાં ટ્રાફિક પોલીસે 7 જંક્શન પરથી હેલ્મેટ ન પહેરનાર 3092 ટુ-વ્હીલરચાલકોને દંડ ફટકાર્યો

હેલ્મેટ પહેરીને વાહન ચલાવવા ટ્રાફિક પોલીસની અપીલ, સ્પીડ ગનથી વાહનચાલકોને ચેક કરાયા

MailVadodara.com - Traffic-police-in-Vadodara-fined-3092-two-wheeler-drivers-for-not-wearing-helmets-at-7-junctions

- ટ્રાફિક પોલીસે વાહનચાલકો અત્યારથી હેલ્મેટ પહેરે તે માટે સ્પીડગનથી હેલ્મેટ વગરના ટુ-વ્હીલરચાલકો સામે કાર્યવાહી શરૂ કરી, 15 સપ્ટેમ્બરથી હેલ્મેટના કાયદાનું અમલીકરણ કરાશે

15 સપ્ટેમ્બરથી હેલ્મેટના કાયદાનો ફરજિયાત અમલ થવાનો છે, ત્યારે ટ્રાફિક પોલીસે ચાલકો અત્યારથી હેલ્મેટ પહેરતા થાય તેના માટે સ્પીડગનથી હેલ્મેટ ન પહેર્યા તેવા ટુ-વ્હીલરચાલકો સામે કાર્યવાહી શરૂ કરાઇ છે. જેમાં પૂર્વ ઝોનમાં આવતા 7 જંક્શન પરથી ટ્રાફીક પોલીસે 3092 લોકોને હેલ્મેટ વગર પકડ્યાં હતા અને આ વાહનચાલકોને ઇ-ચલણ મોકલી દંડ પણ વસૂલની કાર્યવાહી હાથ ધરાઇ છે.

વડોદરા શહેર પોલીસ વિભાગ દ્વારા તાજેતરમાં રાહવીર યોજના અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજ્યો હતો. પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર દ્વારા 15 સપ્ટેમ્બરથી હેલ્મેટના કાયદાનું અમલીકરણ કરાશે તવી જાહેરાત કરાઇ હતી. ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા ટુ-વ્હીલરચાલકો ફરજિયાત હેલ્મેટ પહેરતા થાય તેના માટે અત્યારથી જ હેલ્મેટ નહી પહેરતા ચાલકો વિરુદ્ધ સ્પીડ ગનથી કાર્યવાહી શરૂ કરાઇ છે.

પૂર્વ ઝોનમાં આવતા સોમાતળાવ ચાર રસ્તા, સુશેન સર્કલ, સરદાર એસ્ટેટ ચાર રસ્તા, સંગમ ચાર રસ્તા, એલ એન્ડ ટી સર્કલ ડભોઇ રોડ ત્રણ રસ્તા, ઉમા ચાર રસ્તા ખાતે ટ્રાફિક પોલીસ દ્વારા સ્પીડ ગનથી વાહનચાલકોને ચેક કરાયા હતા. જેમાં 3092 હેલ્મેટ ન પહેર્યાં હોય તેવા ટુ-વ્હીલરચાલકોને ઝડપી પાડવામાં આવ્યા હતા.

આ વાહનચાલકો પાસેથી પાસેથી દંડ વસૂલ કરવા માટે સીસીટીવી કંટ્રોલરૂમ દ્વારા ઇ-ચલણના કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે આગામી 15 સપ્ટેમ્બરથી તો હેલ્મેટના કાયદો અમલી થશે ત્યારબાદ વધુ કડકાઇથી ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી કરાશે. આ ઉપરાંત ચાલકોને હેલ્મેટ પહેરીને વાહન ચલાવવા માટે અપીલ પણ ટ્રાફિક પોલીસે કરી છે.

Share :

Leave a Comments