પોર-બામણગામ રોડ પર ખાડા અને રસ્તાની ખરાબ સ્થિતિને કારણે વાહનોનો જમાવડો

અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇ-વે નંબર 48 પર ફરી એકવાર ભારે ટ્રાફિકજામ સર્જાયો

MailVadodara.com - Traffic-jam-on-Por-Bamangam-road-due-to-potholes-and-poor-road-conditions

- ટ્રાફિકજામમાં ઇમર્જન્સી સેવા આપતી 108 એમ્બ્યુલન્સ પણ ફસાઈ ગઈ હતી, જેના કારણે એમ્બ્યુલન્સ ચાલકને રોંગ સાઈડમાં બે કિલોમીટર સુધી વાહન હંકારવું પડ્યું

- વાહનચાલકો મોટા-મોટા ખાડાઓને કારણે વાહનો ધીમા હાંકવા મજબૂર બન્યા


અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇ-વે નંબર 48 પર ફરી એકવાર ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો, જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. પોર-બામણગામ રોડ પર ઊભેલા આ ટ્રાફિકજામમાં ઇમર્જન્સી સેવા આપતી 108 એમ્બ્યુલન્સ પણ ફસાઈ ગઈ હતી, જેના કારણે એમ્બ્યુલન્સ ચાલકને રોંગ સાઈડમાં બે કિલોમીટર સુધી વાહન હંકારવું પડ્યું હતું. હાઇ-વે પર ખાડા અને રસ્તાની ખરાબ પરિસ્થિતિને કારણે વારંવાર ઉભા થતા આ ટ્રાફિકજામથી સામાન્ય લોકો સાથે ઇમર્જન્સી સેવાઓ પર પણ ગંભીર અસર થઈ રહી છે.


તાજેતરમાં જ તંત્ર દ્વારા હાઇ-વે પર પરિસ્થિતિનો તાગ મેળવી અવારનવાર સર્જાતી ભારે ટ્રાફિકજામની સમસ્યા નિવારવા માટે જરૂરી સૂચના આપવામાં આવી હતી. જોકે, આ વિવિધ વિભાગો સાથે બોલાવાયેલી બેઠકનું સુરસુરીયું થવા પામ્યું છે. આજે પણ હાઇ-વેના માર્ગોની દયનીય પરિસ્થિતિ છે. મોટા-મોટા ખાડાઓને કારણે વાહનો ધીમા હાંકવા લોકો મજબૂર બની રહ્યા છે. જેના કારણે અનેક વખત ટ્રાફિકજામ થતો હોય છે.

ખાસ કરીને હાઈ-વેની આસપાસ રહેતા લોકો ખૂબ જ મુશ્કેલીમાં મૂકાયા છે. વહેલી સવારે નોકરી ધંધાર્થે જતા તેમજ શાળાએ બાળકોને મૂકવા જતા લોકોને હાલાકી વેઠવી પડી રહી છે. ખાસ કરીને તો દર્દીને લેવા જવા તેમજ ઇમર્જન્સી વાહનો પણ ટ્રાફિકજામમાં ફસાઈ રહ્યા છે. આજરોજ સવારે પોર બામણગામ રોડ પર ભારે ટ્રાફિકજામ સર્જાતા વાહનચાલકો અટવાયા હતા. જેમાં એક ઇમર્જન્સી સેવા 108 એમ્બ્યુલન્સ પણ ફસાઈ ગઈ હતી. જેના કારણે ચાલકને રોગ સાઈડમાં બે કિલોમીટર એમ્બ્યુલન્સ ચલાવીને નિયત સ્થળે પહોંચવાની ફરજ પડી હતી.

Share :

Leave a Comments