તરસાલી જંકશન સહિત પાંચ મુખ્ય જંકશન પર ટ્રાફિક ડાયવર્ઝન, 7 દિવસ રસ્તો બંધ રહેશે

આજથી 19 નવેમ્બરથી તમામ પ્રકારના વાહનો તેમજ પદયાત્રીઓ માટે સંપૂર્ણપણે બંધ રખાશે

MailVadodara.com - Traffic-diversion-at-five-major-junctions-including-Tarsali-Junction-road-will-be-closed-for-7-days

- વરસાદી પાણીના નિકાલ માટે મોટા પ્રમાણમાં નવીન બોક્સ કલ્વર્ટ (વરસાદી ગટર) નાખવાનું કામ શરૂ કરાયું

- કામગીરી પૂર્ણ થાય ત્યાં સુધી વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાનો રહેશે

વડોદરા મહાનગરપાલિકા વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે મોટા પ્રમાણમાં નવીન બોક્સ કલ્વર્ટ (વરસાદી ગટર) નાખવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. આ કામગીરી હેઠળ શહેરના પાંચ મહત્વના જંકશનો પર હેવી મશીનરી અને મજૂરોની અવર જવરને કારણે ટ્રાફિકને વૈકલ્પિક માર્ગે ડાયવર્ટ કરવામાં આવ્યા છે. તો જાણો કયા વિસ્તારમાં તેની અસર થશે.

વડોદરા મહાનગરપાલિકાની ડ્રેનેજ ગટર પ્રોજેક્ટ શાખા દ્વારા પ્રથમ તબક્કામાં તરસાલી જંકશનને આજથી એટલે કે 19 નવેમ્બર 2025થી આગામી 7 દિવસ સુધી તમામ પ્રકારના વાહનો તેમજ પદયાત્રીઓ માટે સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે. કામગીરી પૂર્ણ થાય ત્યાં સુધી આ રસ્તો બંધ રહેશે અને નાગરિકોએ વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાનો રહેશે.

આ ઉપરાંત આ કામગીરી પૂર્ણ થયા ત્યારે ગોલ્ડન જંકશન, આજવા જંકશન, કપુરાઈ જંકશન અને વાઘોડિયા જંકશન પર તબક્કાવાર કામગીરી હાથ ધરવામાં આવશે. આ કામને કારણે ટ્રાફિકમાં અવરોધ ન થાય તે માટે વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવા જણાવવામાં આવ્યું છે અને સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.

Share :

Leave a Comments