ગેરતપુર-અમદાવાદ સેક્શનમાં તા.19 એપ્રિલે ટ્રાફિક બ્લોક લેવાશે; વડોદરા ડિવિઝનની ટ્રેનો પ્રભાવિત થશે

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ઃ વંદે ભારત સહિત મેમુ, ઇન્ટરસિટી અને એક્સપ્રેસ ટ્રેનોના સમયમાં ફેરફાર

MailVadodara.com - Traffic-block-to-be-imposed-on-Geratpur-Ahmedabad-section-on-April-19-Vadodara-division-trains-will-be-affected

- વટવા-વડોદરા મેમુ અને વડોદરા-વટવા મેમુ 19 એપ્રિલે રદ રહેશે, તેમજ વડોદરા-જામનગર ઇન્ટરસિટી 18 એપ્રિલે અને જામનગર-વડોદરા ઇન્ટરસિટી 19 એપ્રિલે રદ રહેશે!!

પશ્ચિમ રેલ્વે દ્વારા મુસાફરોની સુવિધાઓને અપગ્રેડ કરવા અને રેલ્વે માળખાગત સુવિધાને વધુ મજબૂત બનાવવા માટે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ ગેરતપુર-અમદાવાદ સેક્શનમાં પ્રીકાસ્ટ પોર્ટલ બીમ ઇન્સ્ટોલ કરવા 19 એપ્રિલે ટ્રાફિક બ્લોક લેવામાં આવશે. જેના કારણે વડોદરા ડિવિઝનમાંથી દોડતી અને પસાર થતી અનેક ટ્રેનોના સંચાલનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 

શોર્ટ ટર્મિનેશન/ઓરિજિનેશન હેઠળ ટ્રેન નંબર 20901 મુંબઈ સેન્ટ્રલ-ગાંધીનગર કેપિટલ વંદે ભારત એક્સપ્રેસ 19 એપ્રિલે વટવા સ્ટેશન સુધી જ ચલાવવામાં આવશે અને વટવા-ગાંધીનગર કેપિટલ વચ્ચે રદ રહેશે. જ્યારે ટ્રેન નંબર 20902 ગાંધીનગર કેપિટલ-મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસ અમદાવાદથી ઉપડશે અને ગાંધીનગર કેપિટલ-અમદાવાદ વચ્ચે રદ રહેશે.

આ ઉપરાંત કેટલાક ટ્રેનો સંપૂર્ણ રદ કરવામાં આવ્યા છે. તેમાં ટ્રેન નંબર 69102 વટવા-વડોદરા મેમુ અને ટ્રેન નંબર 69115 વડોદરા-વટવા મેમુ 19 એપ્રિલે રદ રહેશે. તેમજ ટ્રેન નંબર 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી 18 એપ્રિલે અને ટ્રેન નંબર 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી 19 એપ્રિલે રદ રહેશે.

આંશિક રદ હેઠળ ટ્રેન નંબર 19033 વલસાડ-અમદાવાદ ગુજરાત ક્વીન 19 એપ્રિલે વડોદરા-અમદાવાદ વચ્ચે રદ રહેશે. જ્યારે કેટલીક ટ્રેનોના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. ટ્રેન નંબર 19484 આસનસોલ-અમદાવાદ એક્સપ્રેસ અને ટ્રેન નંબર 12834 હાવડા-અમદાવાદ એક્સપ્રેસ વડોદરા ડિવિઝનમાં આશરે 1 કલાક 40 મિનિટ મોડી ચલાવવામાં આવશે. ઉપરાંત ટ્રેન નંબર 22718 સિકંદરાબાદ-રાજકોટ સુપરફાસ્ટ એક્સપ્રેસ લગભગ 45 મિનિટ મોડી રહેશે. પશ્ચિમ રેલ્વેએ મુસાફરોને મુસાફરી પહેલાં પોતાની ટ્રેનની સ્થિતિ તપાસીને આયોજન કરવાની અપીલ કરી છે.

Share :

Leave a Comments