સયાજી હોસ્પિટલમાં દર્દીઓની વધતી ભીડને નિયંત્રિત કરવા અને લાંબી કતાર ઘટાડવા ટોકન સિસ્ટમ શરૂ

ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી આવતા દર્દીઓ માટે વ્યવસ્થા સરળ બનશે

MailVadodara.com - Token-system-introduced-at-Sayaji-Hospital-to-manage-the-increasing-crowd-of-patients-and-reduce-long-queues

- ટોકન પ્રમાણે દર્દીઓને સારવાર માટે બોલાવાશે, ભીડ નિયંત્રણ સાથે પરિવારજનોને પણ રાહત મળશે

- અગાઉ લાંબી કતારમાં દર્દીઓ પરેશાન થતા હતા, બોલાચાલીના બનાવો અટકાવવામાં પણ મદદ મળશે


વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ગુજરાત ઉપરાંત રાજસ્થાન અને મધ્યપ્રદેશથી મોટી સંખ્યામાં દર્દીઓ આવે છે. દર્દીઓની વધતી ભીડને નિયંત્રિત કરવા અને તેમને લાંબી કતારોમાંથી રાહત મળે તે હેતુથી હોસ્પિટલ તંત્ર દ્વારા હવે ટોકન સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. આ વ્યવસ્થાથી દર્દીઓને ક્રમબદ્ધ રીતે સારવાર માટે બોલાવવામાં આવશે, જેથી હોસ્પિટલ પરિસરમાં થતી ભીડને નિયંત્રિત કરવાની સાથે દર્દીઓ અને તેમના પરિવારજનોને વધુ સુવિધા મળી રહે તેવી આશા છે.


અગાઉ સારવાર માટે આવતા દર્દીઓ અને તેમના પરિવારજનોને ભારે ભીડ અને લાંબી રાહ જોવાના કારણે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. ઘણી વખત સારવાર માટે લાંબો સમય રાહ જોવી પડતી હોવાથી દર્દીઓ અને હોસ્પિટલ સ્ટાફ વચ્ચે બોલાચાલી તથા ઝઘડાના બનાવો પણ બનતા હતા.


હવે ટોકન સિસ્ટમ અમલમાં આવતા દર્દીઓને વ્યવસ્થિત રીતે સારવાર માટે બોલાવી શકાય અને હોસ્પિટલમાં વ્યવસ્થા જાળવવામાં મદદ મળી શકે છે. દર્દીઓ તથા તેમના પરિવારજનોને ઓછામાં ઓછી અગવડ પડે તે દિશામાં હોસ્પિટલ તંત્રની આ પહેલ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.


Share :

Leave a Comments