શારીરિક-માનસિક ત્રાસથી કંટાળી પરિણીતાની સાસરિયા સામે ફરિયાદ, 5 લાખ માગી પતિએ ત્રિપલ તલાક આપ્યા

કારેલીબાગમાં રહેતી 22 વર્ષીય પરિણીતાએ પતિ સહિત 5 સાસરીયાઓ સામે ફરિયાદ નોંધાવી

MailVadodara.com - Tired-of-physical-and-mental-torture-a-woman-files-a-complaint-against-her-in-laws

- ફોર વ્હીલર ખરીદવા માટે પાંચ લાખ ન આપતા પતિએ ત્રિપલ તલાક આપ્યા

- વારંવાર ત્રાસ અને દહેજની માગણીથી કંટાળી ગયેલી યુવતીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પરિવારજનોની સતર્કતાથી તેનો બચાવ થયો હતો

શહેરના કારેલીબાગ વિસ્તારમાં રહેતી 22 વર્ષીય પરિણીતાએ પોતાના પતિ, સાસુ-સસરા, નણંદ અને નાની સાસુ સામે દહેજની માંગણી, મારઝૂડ, માનસિક ત્રાસ આપતા હતા. ઉપરાંત પતિએ પત્ની સામે ત્રણ વાર તલાક શબ્દ બોલીને છૂટાછેડા આપી દીધા હતા. સતત ત્રાસથી કંટાળેલી પરિણીતાએ આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો હતો. આખરે પરીણીતાએ પતિ સહિત સાસરીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

કારેલીબાગ વિસ્તારમાં રહેતી યુવતીના લગ્ન ડિસેમ્બર-2025માં અતિકઅહેમદ ઉર્ફે સાહીલ શેખ સાથે થયા હતા. લગ્ન સમયે યુવતીના માતા-પિતાએ એક્ટિવા, સોનું-ચાંદી સહિત અન્ય સામાન આપ્યો હતો. લગ્નના એક મહિના બાદ સસરાએ મકાનનો ઉપરનો માળ બનાવવા માટે પિયર પક્ષ પાસેથી રૂપિયા 2 લાખ લાવવાની માંગણી કરી હતી. ત્યારબાદ ગર્ભવતી બન્યા પછી સારવારના ખર્ચના બહાને રૂ. 50 હજાર પણ માંગવામાં આવ્યા હોવાનું જણાવાયું છે.

તાજેતરમાં પતિએ ફોર વ્હીલર ખરીદવા માટે રૂપિયા 5 લાખ લાવવાનું દબાણ કર્યું હતું. યુવતીએ માતા-પિતાની આર્થિક સ્થિતિનો હવાલો આપી પૈસા લાવી નહી શકતા પતિ, સાસુ અને સસરાએ તેને માનસિક તથા શારીરિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ યુવતીને રાત્રે પિયર મૂકી દેવામાં આવી હતી. 10 જૂને પતિએ ફોન કરીને પૈસા નહીં લાવે તો છૂટાછેડા આપી દેવાની ધમકી આપી હતી. બાદમાં ઈન્દિરાનગર વિસ્તારમાં બોલાવી ત્રણ વખત તલાક બોલીને છૂટાછેડા આપ્યા હતા અને મારઝૂડ પણ કરી હતી. બીજા દિવસે સાસરી પક્ષના સભ્યો યુવતીના ઘરે પહોંચી પોલીસ ફરિયાદ અંગે ધમકી આપી ગાળો અને મારઝૂડ કરી હતી.

આ ઘટનાથી કંટાળી ગયેલી યુવતીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પરિવારજનોની સતર્કતાથી તેનો બચાવ થયો હતો. સારવાર બાદ યુવતીએ પતિ સહિત પાંચ સાસરીયાઓ વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Share :

Leave a Comments