વડોદરા મંડળથી પસાર થનારી ત્રણ ટ્રેનોના સમયમાં ફેરફાર કરાયો

પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધા માટે નિર્ણય લેવાયો

MailVadodara.com - Timings-of-three-trains-passing-through-Vadodara-division-have-been-changed

પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધા માટે વડોદરા મંડળથી પસાર થનારી ત્રણ ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

ભુજ-પુણે એક્સપ્રેસ જે તા.1 ઓક્ટોબરના રોજ ભુજથી ઉપડશે, આ ટ્રેન નડિયાદ સ્ટેશન પર રાત્રે 8.46 કલાકે પહોંચશે. આણંદ સ્ટેશન પર રાત્રે 9.03 કલાકે પહોંચશે. તથા વડોદરા સ્ટેશન પર રાત્રે 9.42  કલાકે પહોંચશે. તેમજ બરૌની-બાન્દ્રા ટર્મિનસ એક્સપ્રેસ જે તા.30 સપ્ટેમ્બરના રોજ બરૌનીથી ઉપડશે, આ ટ્રેન વડોદરા સ્ટેશન પર રાત્રે 9.27 કલાકે પહોંચશે. જ્યારે જયપુર-બાન્દ્રા ટર્મિનસ હોલિડે સ્પેશિયલ 1 ઓક્ટોબરના રોજ જયપુરથી ઉપડશે. આ ટ્રેન વડોદરા સ્ટેશન પર રાત્રે 10.38 કલાકે પહોંચશે.

Share :

Leave a Comments