વડોદરામાં 12 કલાકમાં ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર સહિત ત્રણ વાહનોમાં આગ, ફાયર બ્રિગેડ દોડતી થઈ

ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર, બાઈક અને કારમાં આગ લાગતા લોકોમાં દહેશત

MailVadodara.com - Three-vehicles-including-an-electric-two-wheeler-caught-fire-in-Vadodara-in-12-hours-fire-brigade-rushed-to-the-spot

- ન્યૂ સમા રોડ, કિશનવાડી અને જુના પાદરા રોડ વિસ્તારમાં બનેલા બનાવોમાં સદનસીબે જાનહાનિ ટળી

વડોદરામાં છેલ્લા 12 કલાક દરમિયાન વાહનોમાં આગ લાગવાના ત્રણ બનાવો બનતા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી.

વડોદરામાં વાહનોમાં આગ લાગવાના ત્રણ બનાવ, કાર અને બે ટુ-વ્હીલર આગમાં લપેટાયા 1 - image

ન્યુ સભા રોડ વિસ્તારના રૂક્ષ્મણી નગર પાસે ગઈકાલે સાંજે ઇલેક્ટ્રીક ટુ-વ્હીલરમાં એકાએક આગ લાગતાં તેને કાબુમાં લેવામાં આવી હતી. આગ કયા કારણસર લાગી તેનું કારણ જાણવા મળ્યું નથી. 

આવી જ રીતે કિશનવાડી વુડાના મકાન પાસે બાઈકમાં આગ લાગતા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી. જ્યારે જુના પાદરા રોડ પર આવિષ્કાર કોમ્પલેક્ષ નજીક એક કારમાં આગ લાગવાનો બનાવ બધા ફાયર બ્રિગેડ દ્વારા આગ કાબુમાં લેવામાં આવી હતી. ઉપરોક્ત ત્રણેય બનાવોમાં કોઈ જાનહાની થઈ નથી.

Share :

Leave a Comments