- પેટ્રોલિંગ દરમિયાન ઊભેલી કારમાં ત્રણ લોકો શંકાસ્પદ હાલતમાં જણાતા બાપોદ પોલીસે ચેક કરતા બિયરના ત્રણ ટીન મળ્યા હતા
આજવા રોડ પર ગત મોડીરાત્રે પોણા બે વાગ્યાની આસપાસ કારમાં બિયરના ટીન લઇને બેઠેલા ત્રણ મિત્રોને બાપોદ પોલીસે ઝડપી પાડી ૮ લાખની કાર કબજ ેકરી છે.
બાપોદ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન આજવારોડ પંડિત દિનદયાળ હોલ પાસે શ્રીજી પાર્ટી પ્લોટ નજીક રોડ પર કાળા કલરની કાર ઊભી હતી. જેમાં ત્રણ લોકો શંકાસ્પદ હાલતમાં જણાતા પોલીસે ચેક કરતા બિયરના ત્રણ ટીન મળી આવ્યા હતા. જેથી,પોલીસે કારમાં બેસેલા જયસિંહ કલ્પેવસિંહ કોઠીયા, કૌશલ ભાઇલાલભાઇ વણકર (બંને રહે.અમરદીપ હેરિટેજ, કમલાનગર તળાવ પાસે, આજવારોડ) તથા ધર્મ વિનોદભાઇ ઇદનાની (રહે.કપીલેશ્વર ઢેલીંગ, પંડિત દિનદયાળ હોલ પાસે, આજવારોડ) ની સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. ત્રણેય યુવકો નોકરી કરે છે.


