- નોકરી ન મળતાં ચોરીનો પ્લાન બનાવી કરજણ આવ્યા હતા, 2.5 કિલો દાગીના અને ભગવાનની મૂર્તિઓ ચોરી કરી હતી
- રૂ.1.39 લાખ રોકડા-મોબાઇલ અને સંતાડેલા ચાંદીના દાગીના કબજે કરાયાં
કરજણ નવાબજારમાં સાડીમાર્કેટમાં ગત તા.13૩મી સપ્ટેમ્બરની મોડી રાતે નવરત્ન જ્વેલર્સ નામની દુકાનના ઉપરની છતનું પતરું તોડી અંદરના ભાગે લગાવવામાં લાકડાના પાટિયાં અને પી.ઓ.પી. તોડી દુકાનમાં પ્રવેશ કરી અલગ અલગ ડિઝાઇનના ચાંદીના દાગીના તેમજ ભગવાનની મૂર્તિઓ આશરે 2.5 કિલોગ્રામ ની આશરે 5.75 લાખની મત્તાની ચોરી કરી હતી. પોલીસે ગુનો નોંધીને બાતમી મુજબ તપાસ હાથ ધરતાં મધ્યપ્રદેશથી ત્રણ મિત્રોની મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. પોલીસે ગુનામાં સંડોવાયેલા એક મિત્ર સ્થળ પર હાજર ના હોય તેની ધરપકડ કરવા માટે કાર્યવાહી હાથ ધરી છે.
ચોરીના બનાવની પોલીસે આસપાસના ત્રણસોથી વધુ સીસીટીવી કેમેરા ચેક કરી ગુપ્તરાહે તપાસ હાથ ધરવામાં આવતા એલસીબી પીઆઇ પી.જે.ખરસાણ ને મળેલી બાતમી ના આધારે પોલીસ ટીમ મધ્યપ્રદેશ રવાના કરી હતી અને શકમંદો ત્રણ ઈસમો ને કરજણ પોલીસ સ્ટેશન ખાતે લાવી સઘન પૂછપરછ કરી હતી.

જેમાં પકડાયેલ આરોપી પૈકી પુષ્પેન્દ્ર ઉત્તમ કુશવાહાએ જણાવેલ કે, એક મહિના પહેલા પોતે કરજણ જલારામનગર ખાતે રહેતા તેના બનેવી રામવસયા વશિચરણ કુશવાહાનાઓના ઘરે નોકરી- ધંધા માટે આવ્યો હતો અને નોકરી ધંધા માટે કરજણ બજારમાં તેમજ આજુબાજુના ગામોમાં આમ તેમ ફરતો હતો અને દસ-બાર દિવસ થઈ ગયેલ જે દરમ્યાન નોકરી કે ધંધો નહી મળતા અને પોતાની પાસે રહેલ પૈસા પણ વપરાઇ જતા કરજણ રેલવે સ્ટેશન પાસે આવેલી સોનીની દુકાનમાાં ચોરી કરવાનું નક્કી કરેલ અને ચોરી કરવા માટે તેના અન્ય ત્રણ મિત્રોને કરજણ ખાતે બોલાવેલ હતા.
ચારે જણાએ મળીને રાત્રીના સમયે સોનીની દુકાનમાથી આશરે 2500 ગ્રામ ચાાંદીના દાગીના તથા ભગવાનની મૂર્તિઓની ચોરી કરેલ અને ચાાંદીના દાગીના ભરેલ બેગને લઇને રેલવેના પાટા બાજુ જતા રહેલ અને ત્યાં જઇ ચાંદીના દાગીનામાંથી આશરે 200 ગ્રામ જેટલા દાગીના પોતાના માટે અને 500 ગ્રામ જેટલા દાગીના પકડાયેલ. ત્રણે વજને વેચવા માટે કાઢી લીધા હતા અને બાકીના ચાાંદીના દાગીનાની બેગ તેના બનેવી ના ઘરે તેઓને કહ્યા વગર સંતાડી દીધા હતાં. ચારેય જણા બસમા બેસી પોતાના વતનમા જતા રહ્યા હતા અને 500 ગ્રામ ચાંદીના દાગીના નું વેચાણ કરી દેવામાં આવ્યું હતું.
પુષ્પેન્દ્ર ઉત્તમ કુશવાહા, સુરજ ચરણદાસ શાકયા અને રાહુલ ચરણદાસ શાકયા (ત્રણેવ રહે મડીપુરા મહોલ્લો, 9, ભુરી માતાના મંદિર પાસે, ઇન્દરગઢ તા.ઇન્દરગઢ જિ.દતીયા (એમ.પી.).) ફરાર આરોપી દિપક કૈલાશ કુશવાહાની શોધખોળ હાથ ધરી છે. પોલીસે ત્રણેય પાસેથી 1.19 લાખ રોકડા અને બે મોબાઇલ ફોન મળી 1.39 લાખ રૂપિયા રોકડા અને આરોપીના બનેવીના ઘરે સંતાડી રાખેલ અન્ય ચાંદીના દાગીના કબજે કરવામાં આવ્યા હતા.


