રેસકોર્સ અને રિફાઇનરી ટાઉનશિપમાં બંધ ઘરમાં ચોરી, રૂા.44 લાખથી વધુના 30 તોલાથી વધુ દાગીના ચોરાયાં

વડોદરામાં અલગ-અલગ વિસ્તારમાં ચોરીની બે ઘટના, પોલીસ ફરિયાદ નોંધાઇ

MailVadodara.com - Thefts-in-locked-houses-at-Racecourse-and-Refinery-Township-over-30-tolas-of-jewelry-worth-more-than-44-lakh-stolen

વડોદરામાં ચોરીના બનેલા જુદા-જુદા બે બનાવમાં ચોરો રૂ.૪૪ લાખ ઉપરાંતની કિંમતના ૩૦ તોલા થી વધુ દાગીના ચોરી જતાં પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
ભાયલીમાં રહેતા રાકેશકુમાર સુરતીએ પોલીસને કહ્યું છે કે રેસકોર્સની શ્રીરામ સોસાયટીમાં રહેતા મારા માતા-પિતા પરિવારના એક શોકપ્રસંગે તાળું મારીને ગયા હતા ત્યારે ચોરોએ ઘરમાં હાથફેરો કર્યો હતો.તપાસ કરતાં ચોરો ૧૫ તોલા થી વધુના દાગીના(સત્તાવાર કિંમત રૂ.૪.૬૦ લાખ,બજાર કિંમત આશરે ૨૨ લાખથી વધુ) ચોરી ગયા હોવાનું જણાઇ આવ્યું હતું.
આવી જ રીતે રિફાઇનરી ટાઉનશિપમાં રહેતા સિંગલાપલ્લી વેંકટરાવે પોલીસને કહ્યું છે કે અમે બંને પતિ-પત્ની રિફાઇનરીમાં મેનેજર તરીકે ફરજ બજાવતા હોવાથી સંતાન માટે ઘરમાં કામ કરવા તેમજ રસોઇ કરવા માટે બે મહિલા રાખી હતી. જ્યારે ફર્નિચરનું કામ કરવા માટે દાદા અને પૌત્ર પણ આવતા હતા. આ દરમિયાન અમારે ત્યાંથી આશરે ૧૫ તોલાથી વધુ ના દાગીના (સત્તાવાર કિંમત રૂ.૭ લાખ,બજાર કિંમત રૂ.૨૨ લાખથીવધુ)ની ચોરી થતાં ઉપરોક્ત વ્યક્તિઓ પૈકી કોઇની સંડોવણી હોવાની આશંકા છે.જેથી પોલીસે ગુનો નોંધ્યો છે.

Share :

Leave a Comments