રૂમનો દરવાજો ખુલ્લો રહી જતાં તસ્કર વિદ્યાર્થીઓના બે મોબાઈલ ફોન અને બે લેપટોપ ચોરી ફરાર થઇ ગયો

પરિવાર ચાર રસ્તા નજીક આવેલ વૃંદાવન હાઇટ્સમાં વિદ્યાર્થીઓ પીજી તરીકે રહે છે

MailVadodara.com - The-smuggler-stole-two-mobile-phones-and-two-laptops-from-the-students-and-fled-after-the-room-door-was-left-open

- કપુરાઈ પોલીસે ફરિયાદ આધારે આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ આરંભી

શહેરના પરિવાર ચાર રસ્તા નજીક આવેલ વૃંદાવન હાઇટ્સમાં પીજી તરીકે રહેતા વિદ્યાર્થીઓના રૂમમાંથી તસ્કર બે મોબાઈલ ફોન અને બે લેપટોપ મળી કુલ રૂ. ૧.૦૪ લાખની મતા ચોરી નાસી છૂટતા ફરિયાદના આધારે કપુરાઈ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરનો રહેવાસી નિખિલ પટેલ વડોદરામાં ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. તેણે નોંધાવેલી ફરિયાદ મુજબ, ગઈ તા. ૨૯ ઓક્ટોબરની રાત્રે તે અને તેનો મિત્ર રૂમમાં સુતા હતા. બીજા દિવસે સવારે લગભગ ૮ઃ૩૦ વાગ્યે નિખિલે પાણીનું ડ્રમ બહાર મુકવા માટે રૂમનો દરવાજો ખોલ્યો હતો, પરંતુ તે પછી દરવાજો લોક કરવાનું રહી ગયું હતું. બાદમાં તે ફરીથી સુઈ ગયો હતો. સવારે લગભગ ૯.૪૫ વાગ્યે મિત્રએ તેને ઉઠાડતા રૂમમાં રાખેલા મોબાઈલ ફોન અને લેપટોપ જોવા મળ્યા નહોતા. તસ્કર રૂમમાં પ્રવેશી બે મોબાઈલ અને બે લેપટોપ ચોરી કરીને ફરાર થઈ ગયો હતો. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ આરંભી છે.

Share :

Leave a Comments