SIRનો બીજો તબક્કો હવે શરૂ થશે, વડોદરા જિલ્લામાં તા. 19 ડિસેમ્બરે મુસદ્દા મતદાર યાદી પ્રસિદ્ધ કરાશે

વડોદરા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જનતાને આ ઝુંબેશની કામગીરીની નોંધ લેવા અપીલ કરાઇ

MailVadodara.com - The-second-phase-of-SIR-will-start-now-draft-voter-list-will-be-published-in-Vadodara-district-on-December-19

- 19 ડિસેમ્બરથી 18 જાન્યુઆરી સુધી અરજદારો હક દાવા તેમજ વાંધા અરજીઓ કરી શકશે

વડોદરા જિલ્લામાં ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલી મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (Special Intensive Revision - SIR)ના આગામી બીજા તબક્કાનું સમયપત્રક જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. જેમાં 19 ડિસેમ્બરના રોજ હવે મુસદ્દા મતદાર યાદી પ્રસિદ્ધ થશે અને 19 ડિસેમ્બરથી 18 જાન્યુઆરી સુધી વાંધા અરજીઓ સ્વીકારાશે અને 17 ફેબ્રુઆરીના રોજ મતદારયાદી પ્રસિદ્ધ થશે.


ખાસ સઘન સુધારણા ઝુંબેશ અંતર્ગત પ્રથમ તબક્કામાં ગણતરી ફોર્મ જમા કરાવવાની કામગીરી આજે 14 ડિસેમ્બરના રોજ પૂર્ણ થઈ છે. હવે આગામી તબક્કામાં અરજદારો તા. 19 ડિસેમ્બર 2025થી 18 જાન્યુઆરી 2026 સુધી અરજદારો હક દાવા તેમજ વાંધા અંગેની અરજીઓ રજૂ કરી શકશે.

ચૂંટણી પંચ દ્વારા ગુજરાત સહિત કુલ 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે આ ખાસ સઘન સુધારણા ઝુંબેશનું સમયપત્રક જાહેર કરાયું હતું. જિલ્લા વહીવટી તંત્રે જનતાને આ ઝુંબેશની કામગીરીની નોંધ લેવા અપીલ કરી છે, જેથી મતદાર યાદીમાં જરૂરી સુધારા કરાવી શકાય. આ ઝુંબેશથી મતદારોને તેમના નામની નોંધણી, સુધારા કે વાંધા ઉઠાવવાની સુવિધા મળશે, જે નિષ્પક્ષ અને સચોટ ચૂંટણી પ્રક્રિયા માટે મહત્વપૂર્ણ છે.

Share :

Leave a Comments