વાઘોડિયા રોડ પરથી પીસીબી પોલીસે મળેલી માહિતીના આધારે વિદેશી દારૂ ભરેલી કાર સાથે એક આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પીસીબી પોલીસને માહિતી મળી હતી કે, વાઘોડિયા રોડ વૃંદાવન ચોકડી પાસે ધનલક્ષ્મી સોસાયટીમાં આવેલા ખુલ્લા મેદાનમાં કિરણ રશ્મીકાંત તડવી કારમાં વિદેશી દારૂ ભરીને આવવાનો છે. આ દારૂ વિજયસિંહ ગણપતસિંહ વાઘેલાએ મગાવ્યો છે. પી.આઇ. જે.આર. ગામીતની સૂચના મુજબ, સ્ટાફે ઉપરોક્ત સ્થળે જઇને વોચ ગોઠવી હતી. તે દરમિયાન કાર આવતા પોલીસે કોર્ડન કરીને કારમાંથી ડ્રાઇવરને નીચે ઉતારી પૂછતા તેણે પોતાનું નામ કિરણ તડવી (રહે. હીરાબાનગર, બાપોદ જકાતાનાકા) જણાવ્યું હતું. તેની કારમાંથી પોલીસે દારૂની ૭૨ બોટલ કિંમત રૂપિયા ૬૬,૪૪૪ ની કબજે કરી હતી. પોલીસે દારૂ, મોબાઇલ ફોન અને કાર સહિત કુલ ૫.૧૬ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.


