મહેંદી મુકવા ગયેલી યુવતીની હત્યાનો ભેદ ઉકેલાયો; પ્રેમીએ જ ફરવા બોલાવી ઝઘડો થતાં હત્યા કરી હતી

અંકોડિયા વિસ્તારમાંથી ગત સોમવારે એક યુવતીની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી

MailVadodara.com - The-murder-of-a-girl-who-had-gone-to-get-her-mehendi-done-has-been-solved-her-lover-had-invited-her-for-a-walk-and-killed-her-after-a-fight

- ગુમ થયાના 24 કલાક બાદ મૃતદેહ મળ્યો હતો, દિવ્યા મહેંદીનું કામ કરવા માટે જવાનું કહી ઘરેથી નીકળી હતી, આરોપી અને મૃતક યુવતી વચ્ચે છેલ્લાં 6 માસથી પ્રેમસંબંધ હતો

- અંકોડિયા પાસે અવાવરૂ જગ્યાએ લઈ ગયો હતો જ્યાં બંને વચ્ચે બબાલ થતાં પ્રેમીએ આવેશમાં આવી તેની પાસે રહેલા કોમ્પ્યુટર વાયરથી યુવતીનું ગળું દબાવીને મોતને ઘાટ ઉતારી લાશને ચાદરમાં વીંટાળીને ફરાર થઈ ગયો હતો

- આરોપી રોહન વણકર ઉર્ફે પરમારને ઘટનાસ્થળે લઈ જઈ પોલીસે રિકન્ટ્રક્શન કરાવ્યું

વડોદરા શહેરના છેવાડે આવેલા અંકોડિયા ગામની સીમમાંથી એક યુવતીની ક્રૂર હત્યા તેના પ્રેમીએ જ કરી હોવાનો પર્દાફાશ થયો છે. તા. 4 મે સોમવારના રોજ વડોદરાના અંકોડિયા વિસ્તારમાંથી યુવતીની હત્યા કરાયેલી લાશ મળી આવ્યા બાદ તેની ઓળખ ગઈકાલે સોમવારે થઈ હતી. મૃતક યુવતીનું નામ દિવ્યા પરમાર અને મુજમહુડા ગામની વતની હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આરોપીની ધરપકડ કરી છે.


પ્રાપ્ત માહિતી મુજબ વડોદરાના અંકોડિયા વિસ્તારમાંથી ગત સોમવારે એક યુવતીની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. પોલીસ તપાસમાં મૃતક યુવતીનું નામ દિવ્યા પરમાર અને મુજમહુડા ગામની વતની હોવાનું સામે આવ્યું હતું. યુવતી રવિવારે મહેંદી કરવા માટે જવાનું કહીને નીકળી હતી, પરંતુ મોડી સુધી પરત ન ફરતા ભાઈએ ફોન કરતા થોડીવારમાં આવું તેમ જણાવ્યું હતું. બાદમાં ઘરે પરત ન ફરતા અને સતત ફોન કરવા છતાં સંપર્ક ન થતાં પરિવારે શોધખોળ શરૂ હતી. બાદમાં પરિવાર સોશિયલ મીડિયામાં અજાણી યુવતીનો મૃતદેહ જોઈ હોસ્પિટલ તપાસ કરવા પહોંચ્યા તો દિવ્યાનો નીકળ્યો હતા. 

પોલીસની તપાસમાં આજે (6 મે) દિવ્યાની હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે. તપાસમાં સામે આવ્યું કે, યુવતીની હત્યા તેના જ પ્રેમીએ અન્ય સાથેના સંબંધની શંકામાં કરી છે. રિકન્ટ્રક્શન માટે પોલીસ આરોપીને લઈને ઘટનાસ્થળે પહોંચી હતી.


મળતી માહિતી મુજબ, ઝડપાયેલા આરોપીનું નામ રોહન વણકર ઉર્ફે પરમાર છે, જે કોશિંગા બોડેલીનો વતની છે અને તે શહેરના ગાય સર્કલ વિસ્તારમાં આવેલી એક કેફેમાં નોકરી કરતો હતો. જ્યારે મૃત દિવ્યા કેફે સામેની જ ખાનગી હોસ્પિટલમાં કામ કરતી હતી. આરોપી અને મૃતક વચ્ચે છેલ્લા પાંચથી છ મહિનાથી પ્રેમસંબંધ હતો. આરોપીને યુવતીના અન્ય સાથે સંબંધ હોવાની શંકા હતી.


આરોપીએ 3 મેના રોજ યુવતીને અંકોડિયા વિસ્તારમાં આવેલા મિનિ વોટરપાર્ક ફરવા બોલાવી હતી. ત્યાંથી તે તેને અંકોડિયા પાસે અવાવરૂ જગ્યાએ લઈ ગયો હતો. અહીં બંને વચ્ચે બબાલ થઈ હતી અને પ્રેમીએ આવેશમાં આવીને તેની પાસે રહેલા કોમ્પ્યુટર વાયરથી યુવતીનું ગળું દબાવીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. હત્યા બાદ યુવતીની લાશને ચાદરમાં વીંટાળીને ત્યાં જ ફેંકી દીધી હતી અને ફરાર થઈ ગયો હતો. પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી રોહનને ઝડપી લીધો છે.


ઉલ્લેખનીય છે કે, મૃતક યુવતીના ભાઈએ પોલીસ પર આક્ષેપ કરતા કહ્યું કે, પોલીસને અનેકવાર તપાસની માગ કરી હોવા છતા ફક્ત અરજી લઈ તપાસ કરવાની વાત કરી. જો પોલીસે તાત્કાલીક એકશન લીધા હોત તો આજે મારી બહેન જીવતી હોત.

Share :

Leave a Comments