વડોદરામાં ડ્રેનેજ લાઈનના બે ભંગાણના સમારકામ પાછળ પાલિકાએ 69.54 લાખથી વધુ ખર્ચ કર્યો!!

તાત્કાલિક સમારકામ માટે વડોદરા કોર્પોરેશનનો નિર્ણય, સ્થાયી સમિતિ સમક્ષ દરખાસ્ત રજૂ થશે

MailVadodara.com - The-municipality-spent-more-than-69-54-lakhs-on-repairing-two-ruptures-in-the-drainage-line-in-Vadodara

- નવાયાર્ડ અને કારેલીબાગમાં તાત્કાલિક કામગીરી, કમિશનરની વિશેષ સત્તા હેઠળ સમારકામ પૂર્ણ

વડોદરા શહેરમાં ડ્રેનેજની લાઈનમાં થયેલા બે ભંગાણના સમારકામ માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને કુલ રૂ.69.54 લાખથી વધુનો ખર્ચ કર્યો છે. બંને સ્થળોએ કમિશનરને મળેલી જીપીએમસી એક્ટની કલમ 67(3)(c)ની સત્તા હેઠળ તાત્કાલિક ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી હતી. 

ઉત્તર ઝોનના વોર્ડ નં. 1માં નવાયાર્ડ રોડ પર લાલપુરા ગામ પાસે ડ્રેનેજની મુખ્ય ગ્રેવિટી લાઈનમાં ભંગાણ સર્જાતા સમારકામ માટે યુનિટી ઇન્ફ્રાને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો. મેન્યુઅલ પુશિંગ પદ્ધતિથી 23.60 મીટરની નવી બાયલાઇન નાખી રોડ રિસ્ટોરેશન સહિત ડ્રેનેજ ગ્રેવિટી લાઈન ફરી કાર્યરત કરવામાં આવી હતી. આ કામગીરી માટે રૂ.42.12 લાખનો અંદાજ તૈયાર કરાયો હતો, જ્યારે ઇજારદારે અંદાજિત ભાવ કરતાં 17 ટકા વધુ મુજબ રૂ.49.28 લાખનું ભાવપત્રક રજૂ કર્યું હતું.

આ ઉપરાંત ઉત્તર ઝોનના વોર્ડ નં.7માં કારેલીબાગના તુલસીવાડી વિસ્તારમાં ગેલેરીયા સુપર માર્કેટ પાસે ડ્રેનેજ લાઈનમાં ભંગાણ થતાં રાજકમલ બિલ્ડર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડને કામગીરી સોંપવામાં આવી હતી. ડ્રેનેજ લાઈનનું સમારકામ, શિફ્ટ કરાયેલી પાણીની લાઈનો, વરસાદી ગટર ચેનલ તેમજ રોડ રિસ્ટોરેશન સહિતની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. આ કામ માટે રૂ.18.82 લાખનો અંદાજ હતો, જ્યારે ઇજારદારે અંદાજ કરતાં 27 ટકા વધુ મુજબ રૂ.20.26 લાખનું ભાવપત્રક રજૂ કર્યું હતું.

Share :

Leave a Comments