વિશ્વામિત્રી નદીની સપાટી વધીને 12 ફૂટે પહોંચી, જ્યારે આજવા ડેમની સપાટી 211.66 ફૂટ થઈ

આજે શહેરમાં યલો એલર્ટઃ આજે વહેલી સવારથી વાદળછાયુ વાતાવરણ, વરસાદ પડવાની શક્યતા

MailVadodara.com - The-level-of-the-Vishwamitri-river-rose-to-12-feet-while-the-level-of-the-Ajwa-dam-reached-211-66-feet

- વિશ્વામિત્રી નદી ભયજનક સપાટીથી 14 ફૂટ દૂર છે, જેથી શહેરીજનો માટે ચિંતાનો વિષય નથી


વડોદરા શહેરના ઉપરવાસમાં ભારે વરસાદને પગલે આજે વિશ્વામિત્રી નદીની સપાટી 12 ફૂટ ઉપર પહોંચી છે અને વિશ્વામિત્રી નદી બે કાંઠે વહી રહી છે. જ્યારે આજવા ડેમની સપાટી 211.66 ફૂટ થઈ છે. ગઈકાલ રાતથી વડોદરા શહેરમાં વરસાદ વરસ્યો નથી. જોકે આજે સવારથી વાદળછાયુ વાતાવરણ છે અને વરસાદની શક્યતા છે. આજે (29 જુલાઈ) વડોદરા શહેરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.


વડોદરા શહેરમાં બે દિવસ વરસેલા વરસાદને કારણે વડોદરા મહાનગરપાલિકાએ બનાવેલા રોડ ફરી ધોવાઈ ગયા છે અને ઠેર ઠેર ખાડા પડી ગયા છે, ત્યારે આજે ફરી યલો એલર્ટ આપવામાં આવ્યું હોવાને કારણે તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે. બીજી તરફ આજવા ડેમમાંથી પણ ગઈકાલે પાણી છોડાયું હતું. જેને પગલે વિશ્વામિત્રી નદીની સપાટી આજે વધીને 12 ફૂટ થઈ ગઈ છે. ગઈકાલે સાંજે નદીની સપાટી 11 ફૂટ હતી. વિશ્વામિત્રી નદીની ભયજનક સપાટી 26 ફૂટ છે, જેથી વડોદરા શહેરીજનો માટે હજી સુધી કોઈ ચિંતાનો વિષય નથી. ભયજનક સપાટીથી વિશ્વામિત્રી નદી હજુ 14 ફૂટ નીચે છે. અને આજવા ડેમમાંથી પણ સામાન્ય પાણી છોડવામાં આવ્યું હતું, જેથી કોઈ ચિંતાનો વિષય નથી.  હાલ આજવાના 62 દરવાજામાંથી કુદરતી રીતે પાણીનો નિકાલ થઈ રહ્યો છે, એટલે પંપિંગ બંધ રાખવામાં આવ્યું છે. વડોદરા શહેરમાં એક બે દિવસ વરસાદ વરસ્યા બાદ આજે વરસાદે વિરામ લીધો છે. જોકે સવારથી સામાન્ય છાંટા પડી રહ્યા છે અને વાદળછાયુ વાતાવરણ છે. આજે પણ વરસાદ પડે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.


ઉલ્લેખનીય છે કે, આજવા સરોવરમાં છેલ્લા 24 કલાકમાં 31 મીમી વરસાદ નોંધાતા મોસમનો કુલ વરસાદ 769 મીમી થયો છે. ધન્સર વાવમાં 52 મીમી વરસાદ થતાં કુલ વરસાદનો આંક 875 મીમી થયો છે. પ્રતાપપુરામાં 43 મીમી વરસાદ થતાં મોસમનો કુલ વરસાદ 827 મીમી નોંધાયો છે, જ્યારે હાલોલમાં 42 મીમી વરસાદ થતાં સિઝનનો કુલ વરસાદ 862 મીમી થઈ ગયો છે.


Share :

Leave a Comments