રક્ષાબંધનનો તહેવાર વડોદરા એસટી વિભાગને ફળ્યો, ચાર જ દિવસમાં લાખોની આવક થઇ!

વડોદરા એસટી વિભાગે રક્ષાબંધન પર્વ પૂર્વે જ 50 વધારાની વિશેષ બસ ટ્રિપોની જાહેરાત કરી હતી

MailVadodara.com - The-festival-of-Raksha-Bandhan-was-fruitful-for-the-Vadodara-ST-department-earning-lakhs-in-just-four-days

- વડોદરા સેન્ટ્રલ ડેપો ખાતેથી ચાર દિવસમાં વધારાની કુલ 372 ટ્રિપો 48 હજારથી વધુ કિલોમીટર દોડાવવામાં આવી હતી, જેનો 19,070 જેટલા મુસાફરોને લાભ લીધો હતો


રક્ષાબંધન પર્વે વતન જવાના ઉમળકાભેર નીકળેલા મુસાફરો વડોદરા એસટી વિભાગ માટે આશીર્વાદ સમાન સાબિત થયા છે. મુસાફરોના વધેલા ઘસારા વચ્ચે એસટી વિભાગે 7 થી 10 ઑગસ્ટ દરમિયાન વિશેષ આયોજન કરીને વધારાની 50 બસ ફાળવી હતી. જેના પરિણામે ચાર જ દિવસમાં વડોદરા એસટી વિભાગને લાખોની આવક મળી છે. સાથે મુસાફરોને પોતાના માદરે વતન જવામાં કોઈ મુશ્કેલીઓ નથી પડી જે સફળ આયોજન બતાવે છે.


વડોદરા એસટી વિભાગે રક્ષાબંધન પર્વ પૂર્વે જ 50 વધારાની વિશેષ બસ ટ્રિપોની જાહેરાત કરી હતી. જેમાં અમદાવાદ, સંતરામપુર, દાહોદ, ઝાલોદ, રાજકોટ, પાવાગઢ, ડાકોર, છોટાઉદેપુર અને સુરત જેવા રૂટ પર વધારાની બસો મુકાઈ હતી. જેથી મુસાફરોને આરામદાયક અને સમયસર સેવા મળી રહે.

આ ચાર દિવસમાં વડોદરા એસટી વિભાગ દ્ધારા વડોદરા સેન્ટ્રલ ડેપો ખાતેથી ચાર દિવસમાં વધારાની કુલ 372 ટ્રિપો 48 હજારથી વધુ કિલોમીટર દોડાવવામાં આવી હતી. જેનો 19,070 જેટલા મુસાફરોને લાભ લીધો હતો. અને એસટી વિભાગને કુલ રૂપિયા 22.35 લાખની આવક થઈ હતી. જેમાં 8 ઑગસ્ટ અને 10 ઑગસ્ટેના રોજ આવકનો સર્વોચ્ચ આંક નોંધાયો હતો.


એકસ્ટ્રા ટ્રીપની વિગત

તારીખ એકસ્ટ્રા ટ્રીપ મુસાફર આવક

7 ઓગસ્ટ 44 1465 રૂ.2,55,481

8 ઓગસ્ટ 158 6855 રૂ. 9,99,883

9 ઓગસ્ટ 102 4280 રૂ. 5,97,236

10 ઓગસ્ટ 68 6470 રૂ. 3,82,889

વડોદરા એસટી વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, રક્ષાબંધન પર્વ પૂર્વે વધારાની બસોની વ્યવસ્થા ભીડ સંભાળવા અને મુસાફરોને તકલીફ ન પડે તે હેતુસર કરવામાં આવી હતી. ખાસ કરીને ગ્રામ્ય તથા આંતરજિલ્લા રૂટ પર વધારાની સેવા પૂરી પાડવાથી મુસાફરી સરળ બની હતી સાથે આવકમાં પણ મોટો ઉછાળો આવ્યો હતો. એટલે રક્ષાબંધન પર્વે વડોદરા એસટી વિભાગે સેવા અને આવક બન્ને ક્ષેત્રે સફળતા મેળવી હતી.

Share :

Leave a Comments