ખાણીપીણીના વેપારીઓને ત્યાં ૩૭ સ્થળે કોર્પોરેશન દ્વારા ચેકિંગ કરાયું

આરોગ્ય વિભાગે તા.6થી 11 સુધી જુદા-જુદા વિસ્તારમાં ચેકિંગ કર્યું

MailVadodara.com - The-corporation-checked-food-vendors-at-37-locations-there

- તેલ, ચા, મીઠાઈ, ઘી, હળદળ પાવડર, પનીર, છોલે ચણા વગેરેના ૧૮ નમૂના લીધા, તેમજ બે સ્થળે પ્રિ-ઈન્સ્પેક્શન અને ૩૫ સ્થળે પોસ્ટ ઈન્સ્પેક્શન કરાયું

વડોદરા મહાનગરપાલિકા દ્વારા તા.૬ થી ૧૧ સુધી ખાદ્યપદાર્થો સાથે જોડાયેલ વેપારીઓના ૩૭ ખાદ્યપદાર્થોના યુનિટ પર ચેકીંગની કામગીરી કરી ૧૮ નમુના લેવાની કામગીરી કરી હતી.


શહેરનાં જુદા - જુદા વિસ્તારોમાંથી ચા, સીંગતેલ, પનીર દાલફાય, ગુલાબજાંબુ, પનીર, પાસ્તા, છોલેચણા મસાલા, મરચા પાવડર, ઘી, મીક્ષ ચવાણુ, હળદળ પાવડર, તુવેરદાળ, મગદાળ, ગાયનું દૂધ વગેરેના નમૂના લીધા હતા. ઓલ્ડ પાદરા રોડ, માંજલપુર, ગોત્રી, સયાજીગંજ, સરદાર એસ્ટેટ પાછળ, ન્યુ સમા રોડ, વાઘોડિયા રોડ વિગેરે વિસ્તારોમાં આ ચેકિંગ કર્યું હતું. આ ઉપરાંત બે સ્થળે પ્રિ-ઈન્સ્પેક્શન અને ૩૫ સ્થળે પોસ્ટ ઈન્સ્પેક્શન કરાયું હતું.

Share :

Leave a Comments