સંગમ ચાર રસ્તા પાસે બસ સ્ટેશન પાછળ ફૂટપાથ પરથી અજાણ્યા 60 વર્ષીય પુરુષનો મૃતદેહ મળ્યો

અજાણ્યા પુરુષના મૃતદેહનો કબજો લઈ સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ રૂમ ખાતે ખસેડાયો

MailVadodara.com - The-body-of-an-unidentified-60-year-old-man-was-found-on-the-sidewalk-behind-the-bus-station-near-Sangam-intersection

- મોતનું કારણ પી.એમ રિપોર્ટ બાદ સામે આવશે, પોલીસે વધુ તપાસ હાથ ધરી

વડોદરા શહેરના વારસિયા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા સંગમ ચાર રસ્તા પાસે આવેલા બસ સ્ટેશન પાછળ ફૂટપાથ પરથી અજાણ્યા 60 વર્ષીય પુરુષનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. આ મામલે વારસિયા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

શહેરના વારસિયા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા સંગમ ચાર રસ્તા પાસે બસ સ્ટેશન પાછળ ફૂટપાથ પરથી 60 વર્ષીય અજાણ્યા પુરુષનો મૃતદેહ સ્થાનિકને મળ્યો હતો. જેની જાણ પોલીસને કરવામાં આવતા જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. આ અજાણ્યા પુરુષના મૃતદેહનો કબજો લઈ સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ રૂમ ખાતે ખસેડ્યો હતો.

આ બનાવ અંગે વારસિયા પોલીસ મથકમાં જાણવાજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. હાલમાં આ અજાણ્યા પુરુષના મૃતદેહને સયાજી હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં કોલ્ડ રૂમમાં મૂકવામાં આવ્યો છે. વારસિયા પોલીસે આ અજાણ્યા પુરુષનો વાલી વારસ કોણ છે. કયા કારણોસર મૃત્યુ થયું તે બાબતે તપાસ હાથ ધરી છે. આ અજાણ્યા પુરુષનું મૃત્યુ કયા કારણોસર થયું છે તે તો પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ ખબર પડશે. હાલમાં આ અજાણ્યો પુરુષ ભિક્ષુક હોય તેવો પ્રાથમિક પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

Share :

Leave a Comments