- આરોપી અગાઉ વડોદરા સહિત રાજ્યના વલસાડ, આણંદ, દાહોદ, ભાવનગર, જામનગર, પંચમહાલ સહિત 15 પોલીસ મથકમાં ઘરફોડ-લૂંટના ગુનામાં સંડોવાયેલ હોવાનું સામે આવ્યું
વડોદરા જિલ્લા વાઘોડિયા પોલીસે ઘરફોડ ચોરીના ગુનાની ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલી દીધો છે. આ આરોપીને વાઘોડિયા પોલીસે દબોચી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ઝડપાયેલ આરોપી રીઢો આરોપી હોવાનું સામે આવ્યું છે કેમ કે, રાજ્યના અલગ અલગ જિલ્લામાં 15 જેટલા પોલીસ મથકમાં ઘરફોડ અને લૂંટ જેવા ગુનામાં સંડોવાયેલ હોવાનું સામે આવ્યું છે.
વાઘોડિયા પોલીસે તાજેતરમાં જ થયેલ ઘરફોડ ચોરીમાં ફરિયાદીના ઘરે તિજોરીમાંથી મહિલાના અલગ-અલગ દાગીના મળી 1.30 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. આ બનાવ બાબતે આસપાસની સોસાયટીમાં લગાવેલ સીસીટીવી ફૂટેજ અને અન્ય ટેકનિકલ સોર્સ આધારે આરોપી સુધી પહોંચી આરોપીને દબોચી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ઝડપાયેલ આરોપીના આગામી તારીખ 6 સુધી રિમાન્ડ લેવામાં આવ્યા છે.

આ આરોપીનું નામ ભરતભાઈ મોતીભાઈ મંડોળ (ભીલ) (રહે. દુધામલી ગામ, ધાનપુર, દાહોદ)ને ઝડપી વધુ પૂછપરછ અને રિમાન્ડ લેવામાં આવ્યા છે. આ સાથે આ આરોપી અગાઉ વડોદરા સહિત રાજ્યના વલસાડ, આણંદ, દાહોદ, ભાવનગર, જામનગર, પંચમહાલ સહિત 15 જેટલા પોલીસ મથકમાં ઘરફોડ અને લૂંટના ગુનામાં સંડોવાયેલ હોવાનું સામે આવ્યું છે.
આ સાથે વાઘોડિયા ખાતે બનેલ ઘરફોડ ચોરીના ગુનામાં ફરાર આરોપીને શોધવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. આરોપી ભરતભાઈ ભુરાભાઈ ડામોર (રહે વિસલંગા લીમખેડા દાહોદ) અને રાજુભાઈ આ બંને આરોપીઓ ફરાર છે જેઓની પોલીસ શોધખોળ કરી રહી છે.


