સુભાનપુરામાં મોર્નિંગ વોક માટે નીકળેલી મહિલાની સોનાની ચેઇન આંચકી લેનાર ફરાર આરોપી ઝડપાયો

અજાણ્યો એક્ટિવાચાલક સરનામું પૂછવાના બહાને ચેઈન સ્નેચિંગ કરી ફરાર થઇ ગયો હતો

MailVadodara.com - The-absconding-accused-who-snatched-the-gold-chain-of-a-woman-who-had-gone-for-a-morning-walk-in-Subhanpura-has-been-arrested

- અમદાવાદથી વડોદરા આવી ભાડેથી એક્ટિવા લઈને ચેઈન સ્નેચિંગ કરતો હતો, આરોપી પાસેથી ચોરી કરાયેલી સોનાની ચેઇન અને મોબાઇલ ફોન મળી 1.23 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં વહેલી સવારના સમયે મોર્નિંગ વોક માટે નીકળેલી મહિલાના ગળામાંથી સોનાની ચેઇન આંચકી ફરાર થયેલા આરોપીને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે અને ગુનાનો ભેદ ગણતરીના સમયમાં ઉકેલી નાખ્યો છે. આરોપી પાસેથી ચોરી કરાયેલી સોનાની ચેઇન અને મોબાઇલ ફોન મળી કુલ 1,23,400 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે અને આ મામલે તપાસ શરૂ કરી છે.

તા.19/05/2026ના રોજ વહેલી સવારે સુભાનપુરા ખાતે રહેતી ફરિયાદી મહિલા પોતાના પેટ ડોગ સાથે મોર્નિંગ વોક માટે નીકળ્યા હતા. સવારે આશરે 5.30 વાગ્યાના સુમારે નૂતન મહેશ્વર સોસાયટી પામ એક્ઝોટિકા પાસે આવેલા કોમન પ્લોટ નજીક એક અજાણ્યો એક્ટિવા ચાલક મહિલાની પાસે આવ્યો હતો અને સરનામું પૂછવાના બહાને મહિલાના ગળામાં પહેરેલી એક તોલા વજનની પેન્ડલવાળી સોનાની ચેઇન આંચકીને ફરાર થઈ ગયો હતો. આ બનાવ અંગે ગોરવા પોલીસ સ્ટેશનમાં ચેઇન સ્નેચિંગનો ગુનો નોંધાયો હતો.

Vadodara Chain Snatcher Arrested; Morning Walk Theft Solved

વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સના આધારે તપાસ હાથ ધરી હતી. દરમિયાન મળેલી બાતમીના આધારે અમિતનગરથી કારેલીબાગ પાણીની ટાંકી રોડ ઉપર આનંદનગર ગ્રાઉન્ડ પાસેથી તુષાર ઉર્ફે કાવો લક્ષ્મણભાઇ પરમાર (ઉ.વ.26, રહે. મકરબા પોલીસ લાઇન, સરખેજ રોડ, અમદાવાદ, મૂળ વતન ભાણપુર, તા.ધાનપુર, જી.દાહોદ)ને ઝડપી પાડ્યો હતો.

આરોપીની ઝડતી લેતા તેના પેન્ટના ખિસ્સામાંથી તૂટેલી સોનાની ચેઇન અને સેમસંગ કંપનીનો મોબાઇલ ફોન મળી આવ્યો હતો. જેથી પોલીસે તેની સઘન પૂછપરછ હાથ ધરી હતી. પૂછપરછ દરમિયાન આરોપીએ ગુનાની કબૂલાત કરતા જણાવ્યું હતું કે, તે અમદાવાદથી વડોદરા આવ્યો હતો અને વહેલી સવારે ભાડે એક્ટિવા લઈ ઘટના સ્થળે પહોંચ્યો હતો. ત્યારબાદ મહિલાને સરનામું પૂછવાના બહાને નજીક જઈ તેમના ગળામાંથી સોનાની ચેઇન તોડી ફરાર થઈ ગયો હતો.

વડોદરા ક્રાઇમ બ્રાન્ચે આરોપી પાસેથી રૂ.1,18,400 કિંમતની સોનાની ચેઇન તથા 5,000નો મોબાઇલ ફોન મળી કુલ રૂ.1,23,400નો કબજે કર્યો હતો. આરોપી વધુ તપાસ માટે ગોરવા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.

Share :

Leave a Comments