પાણીગેટ પોલીસે 6 વર્ષ અગાઉ નોંધાયેલા 1.03 કરોડની છેતરપિંડીના ગુનામાં નાસતા ફરતા આરોપી અનિલ રાજદયાલ રાયને મહારાષ્ટ્રથી ઝડપી પાડ્યો છે. એલ.સી.બી. ઝોન-3 ટીમે આરોપીને પકડી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
નવાપુરા આર.વી.દેસાઇ રોડ પર જવાહર સોસાયટીમાં રહેતા રમેશભાઇ સોહનરાજ બોકડીયા સ્ટીલનો વેપાર કરે છે. જાન્યુઆરી ૨૦૧૮ થી માર્ચ ૨૦૧૮ દરમિયાન આરોપી અનિલ રાજદયાલ રાય (રહે.એમ.આઇ.ડી. વાલુજ, ઔરંગાબાદ, મહારાષ્ટ્ર) દ્વારા ૧.૨૪ કરોડનો માલ લેવામાં આવ્યો હતો.તે પૈકી ૧.૦૩ કરોડ રૂપિયા હજી ચૂકવવાના બાકી છે. ડિસેમ્બર - ૨૦૨૦ માં નોંધાયેલા આ ગુનામાં નાસતા ફરતા આરોપી અનિલને એલ.સી.બી. ઝોન - ૩ ની ટીમે મહારાષ્ટ્રથી ઝડપી પાડયો છે.


