વડોદરા-ડભોઇ રોડ ઉપર ઢાઢર નદીના પાણી ફરી વળતા રસ્તો બંધ કરાયો, 30થી વધુ ગામોને અસર

ઉપરવાસના વરસાદ તેમજ પાણી છોડવામાં આવતા થતી ઢાઢર નદીમાં ઝડપથી સપાટી વધી

MailVadodara.com - The-Vadodara-Dabhoi-road-has-been-closed-after-the-waters-of-the-Dhadhar-River-overflowed-onto-it

- વડોદરા-ડભોઇ વચ્ચે નાના વાહનોની અવરજવર બંધ, ફોરવીલર પણ જઈ શકતા નથી

- ટ્રેક્ટર, ટ્રક તેમજ જેસીબી જેવા કેટલાક ભારે વાહનો જોખમ લઈને પસાર થઈ રહ્યા છે

વડોદરા-ડભોઇ રોડ ઉપર ઢાઢર નદીના પાણી ફરી વળતા રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. નદીમાં પૂર આવતા 30થી વધુ ગામોને અસર થઈ છે.

વડોદરા-ડભોઇ રોડ પર ઢાઢરના પાણી ફરી વળ્યા, વાહન વ્યવહાર બંધ: 30થી વધુ ગામોને અસર

ઉપરવાસના વરસાદ તેમજ પાણી છોડવાને કારણે વડોદરા જિલ્લામાંથી પસાર થતી ઢાઢર નદીમાં ઝડપથી સપાટી વધી રહી છે. જેને કારણે વડોદરા ડભોઇ વચ્ચે રાજલી ગામ પાસે રસ્તા ઉપર ત્રણ ફૂટ કેટલા પાણી ફરી વળતા આસપાસની કેબિનો તેમજ રહેણાંક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે.

આ કારણોસર વડોદરા-ડભોઇ વચ્ચે નાના વાહનોની અવરજવર બંધ થઈ ગઈ છે અને ફોરવીલર પણ જઈ શકતા નથી. ટ્રેક્ટર, ટ્રક તેમજ જેસીબી જેવા કેટલાક ભારે વાહનો જોખમ લઈને પસાર થઈ રહ્યા છે. પરંતુ સપાટી વધી રહી હોવાથી આ વાહનોની અવરજવર પણ થોડા સમયમાં બંધ થઈ જશે.

ઢાઢર નદીમાં પાણી પૂર આવવાને કારણે વડોદરા, ડભોઇ અને વાઘોડિયાના 30થી વધુ ગામોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે. આ ગામોના ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે તેમ જ કેટલાક સ્થળોએ ફાર્મ હાઉસો અને કેબિનોમાં પણ પાણી ભરાઈ ગયા છે. જેથી ગ્રામ્ય વિસ્તારોમાં પણ અવરજવર ઉપર અસર થઈ છે.

Share :

Leave a Comments