વડોદરાના 4 વોર્ડના હંગામી દબાણોનો પાલિકા દ્વારા સફાયો કરાયો, 3 ટ્રક માલ સામાન જપ્ત

પાલિકા દ્વારા `વન ડે વન રોડ' ઝુંબેશ અંતર્ગત અભિયાન

MailVadodara.com - Temporary-encroachments-in-4-wards-of-Vadodara-cleared-by-the-municipality-3-trucks-of-goods-seized

- દબાણ શાખાએ વોર્ડ નં. 7, 13 વોર્ડ 11માંથી દિવાળીપુરા રામેશ્વર મંદિર વિસ્તારમાંથી અને વોર્ડ નં. 4માં પંચશીલ એપાર્ટમેન્ટથી કોઠી ચાર રસ્તા સુધીમાં નડતરરૂપ હંગામી દબાણો દૂર કરાયાં

વડોદરા શહેરમાં શરૂ કરાયેલા વન-ડે, વન રોડની કામગીરીમાં વોર્ડ નં.7, 13, 11માં અને વોર્ડ નં 4ના અંતરાય રૂપ બનતા રોડ રસ્તાની બંને બાજુના હંગામી દબાણોનો સફાયો કરીને તંત્ર દ્વારા કુલ 3 ટ્રક માલ સામાન દબાણ શાખાએ કબજે લીધો હતો. 

ઉલ્લેખનિય છે કે, પાલિકા તંત્ર દ્વારા સ્થાનિક લેવલે શરૂ કરાયેલા વન ડે વન રોડ કાર્યક્રમ અંતર્ગત સફાઈ અભિયાનમાં નડતરરૂપ થતા લારી ગલ્લા, ખાણી પીણીની લારીઓ, શક્કરટેટી, તરબૂચના શેડ તોડીને દબાણો હટાવી દેવાયા હતા. આ કામગીરીમાં પાલિકા તંત્રની દબાણ શાખાએ વોર્ડ નં. 7, 13 વોર્ડ 11માંથી દિવાળીપુરા રામેશ્વર મંદિર વિસ્તારમાંથી અને વોર્ડ નં. 4માં સંગમ ચાર રસ્તા વિસ્તારમાં આવેલ પંચશીલ એપાર્ટમેન્ટથી કોઠી ચાર રસ્તા સુધીમાં નડતરરૂપ હંગામી દબાણો તંત્ર દ્વારા હટાવીને તમામ જગ્યાએથી કુલ મળીને ત્રણ ટ્રક જેટલો માલ સામાન દબાણ શાખાએ કબજે લીધો હતો.

Share :

Leave a Comments